જે ખાડો ખોદે એ પડે એ તો તમે સાંભળ્યું જ હશે આજે જાણી પણ લો આ વાર્તાથી…” - AT THIS TIME

જે ખાડો ખોદે એ પડે એ તો તમે સાંભળ્યું જ હશે આજે જાણી પણ લો આ વાર્તાથી…”

,
‘બેન, તમારું સ્ટેશન આવી ગયું.’ કંડક્ટરના શબ્દો કાને અથડાયા અને વૈદેહી જાણે ફ્લેશબેકમાંથી બહાર આવી. આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ એક પછી એક તેનાં માનસપટ પર પડઘાવા માંડી.

‘ઓ બેન, બસમાંથી ઉતરવાની તસ્દી લેશો કે બસને આગળ જવા દઉં ?’

ફરી એજ કર્કશ અવાજ કાને અથડાતાં, વૈદેહી, કશુંય બોલ્યા વગર ઝટ બસમાંથી નીચે ઉતરી ગઈ; પણ તેનું મનતો હજુય વિચારોના વમળમાં ચકરાવા ખાતું હતું.

‘રોલ નંબર સત્તર...?’ ‘બેન, આજે એ સ્કુલે નથી આવ્યો; એના પપ્પા મરી ગયાને એટલે એ થોડા દિવસ સ્કુલે આવી શકશે નહીં.’ સવારે વર્ગખંડમાં એના એક પ્રશ્નની સામે મળેલા આ ઉત્તરે તેના મનમાં અનેક પ્રશ્નાર્થો ખડા કરી દીધા હતા.

આ મહિનામાં નાનકડા ગામમાં આ ત્રીજું જુવાન મોત હતું. ગામની શાળામાં હજુ થોડા મહિના પહેલાં જ વૈદેહી શિક્ષિકા તરીકે જોડાઈ હતી. શાળા નાની હતી એટલે માત્ર બે જ શિક્ષિકાઓ શાળામાં શિક્ષણકાર્ય કરાવતી. સાથે બાળકોનું મધ્યાહ્ન ભોજન બનાવવા માટે એક સંચાલિકા બહેન અંજુ. ગામમાં ઉપરાછાપરી થયેલાં મરણનાં કારણો જાણવાની તેને ઉત્કંઠા જાગી. વૈદેહી સ્વભાવે સંવેદનશીલ. વળી મરનાર તમામ યુવકો તેની શાળામાં અભ્યાસ કરતા બાળકોના જ પિતા હતા. તેણે શાળાના બીજા શિક્ષિકા બહેન સાથે આ બાબતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ વ્યર્થ સાબિત થયું.

‘જુઓ વૈદેહીબેન, આપણે અહીં ૧૦:૩૦થી ૫:૦૦ નોકરી કરવા બંધાયેલાં, એ સિવાય ગામમાં શું થાય છે અને શું નહીં એમાં ખોટું માથું ક્યાં મારવું ? સરકાર આપણને છોકરાઓને ભણાવવાનો પગાર આપે છે, પારકી પંચાતનો નહીં.’ આવા એકદમ રુક્ષ અને ઉદ્ધત જવાબથી વૈદેહીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ આજે તો વૈદેહીને એના મનમાં ઉદભવેલા પ્રશ્નો શાંતિથી બેસવા દે એમ નહોતા. એણે અંજુને આ બાબતે પૂછવાનું નક્કી કર્યું. વળી ગામમાં જ રહેતી હોવાથી એની પાસ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »