વિરપુરમાં લગ્નમાં આવેલો 27 વર્ષથી વોન્ટેડને ઝડપી પાડતી વિરપુર પોલીસ.... - At This Time

વિરપુરમાં લગ્નમાં આવેલો 27 વર્ષથી વોન્ટેડને ઝડપી પાડતી વિરપુર પોલીસ….


વિરપુરમાં છેલ્લા 27 વર્ષથી વોન્ટેડ અપહરણના આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આ શખ્સ તેની ભાણેજના લગ્નમાં મામા માયરામાં બેસાડવા આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ અંગે પોલીસે તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી વિરપુર પોલીસ મથકે 1998માં પ્રભાત ભેમાભાઈ કોટવાલ (રહે.કાળાપાળા, તા. વિરપુર) સામે અપહરણનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ 27 વર્ષથી ભાગતો ફરતો હતો. આ ઉપરાંત ગુનો નોંધાયાં બાદ તે વતનમાં પણ આવ્યો નહતો. જ્યારે પોલીસ તપાસમાં પણ તેનું કોઇ સરનામું કે નંબર મળતો નહતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, પ્રભાત કોટવાલ 26મી એપ્રીલના રોજ સરાડીયા ગામમાં ભાણેજના લગ્નમાં આવશે. તેમના સમાજમાં કન્યાને તેના મામા માયરામાં (ચોરીમાં) બેસાડતાં હોવાનો રિવાજ છે. આથી, લગ્નમાં આવે તેવી પુરી સંભાવના છે. આ બાતમી આધારે પોલીસે લગ્ન પ્રસંગમાં સરાડીયા ગામમાં ખરાઇ કરી વોચ ગોઠવી હતી આખરે પોલીસે પ્રભાત ભેમા કોટવાલ (ઉ.વ.50)ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.