તમામ કોલેજોનાં કેમ્પસ એમ્બેસડરો તેમજ વિદ્યાર્થીઓ મોબાઈલ થકી યુ-ટ્યુબ ચેનલનાં લાઈવ પ્રસારણમાં જોડાયા - At This Time

તમામ કોલેજોનાં કેમ્પસ એમ્બેસડરો તેમજ વિદ્યાર્થીઓ મોબાઈલ થકી યુ-ટ્યુબ ચેનલનાં લાઈવ પ્રસારણમાં જોડાયા


તમામ કોલેજોનાં કેમ્પસ એમ્બેસડરો તેમજ વિદ્યાર્થીઓ મોબાઈલ થકી યુ-ટ્યુબ ચેનલનાં લાઈવ પ્રસારણમાં જોડાયા

આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મતદાનનું પ્રમાણ વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે.જેમાં ખાસ કરીને યુવાનો દ્વારા મતદાનનું પ્રમાણ વધે તે હેતુ Campus Ambassadors સાથે બોટાદ જિલ્લા ટીઆઈપી નોડલ વ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાનાં અધ્યક્ષ સ્થાને યુ-ટ્યુબ ચેનલ મારફતે લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં મતદાન જાગૃતિ આવે તેમજ યુવાનોના એક એક મતની કિંમત અમુલ્ય છે તેવું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ તકે તમામ કોલેજોનાં કેમ્પસ એમ્બેસડરો તેમજ કોલેજનાં યુવાનો મોબાઈલ થકી યુ-ટ્યુબ ચેનલનાં લાઈવ પ્રસારણમાં જોડાયા હતાં.તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ફેમિલી વોટિંગ પર ભાર મુકવામાં આવ્યો હતો. જે અન્વયે લોકસભા ચુંટણીમાં “સહ પરિવાર મતદાન તેમજ મિત્રો સાથે સમુહમાં મતદાન કરવા સંકલ્પ લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.