કચ્છ મોરબી લોકસભા બેઠકના ૧૫૬૮ મતદારોએ આજરોજ હોમ વોટિંગ કર્યું દિવ્યાંગો અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને નિભાવી પોતાની ફરજ - At This Time

કચ્છ મોરબી લોકસભા બેઠકના ૧૫૬૮ મતદારોએ આજરોજ હોમ વોટિંગ કર્યું દિવ્યાંગો અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને નિભાવી પોતાની ફરજ


કચ્છ મોરબી લોકસભા બેઠકના ૧૫૬૮ મતદારોએ આજરોજ હોમ વોટિંગ કર્યું

દિવ્યાંગો અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને નિભાવી પોતાની ફરજ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં ૧૦૭ જેટલી ટીમોએ હોમ વોટિંગ કરાવવામાં કરી મદદ

    આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે  ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા અન્વયે કચ્છ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ.શ્રી દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે કચ્છના ૬૫-મોરબી સહિતના અલગ અલગ મતદાર વિભાગમાંથી ૮૫ વર્ષ + કેટેગરીના ૧૨૯૬ મતદારો તથા ૪૧૫ PWD મતદારો સહિત કુલ ૧૭૧૧ મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા હતા. 

 ઉકત વિગતે કુલ ૧૭૧૧ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા કુલ ૧૦૭ જેટલી પોલીંગ ટીમો, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને તા.૨૫/૦૪/૨૦૨૪ થી તા.૨૮/૦૪/૨૦૨૪ સુધી મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી છે.

જેમાં આજરોજ તા.૨૫/૦૪/૨૦૨૪ ના દિવસે ૮૫+ થી ઉંમર ધરાવતા તથા PWD મતદારો દ્વારા હોમ વોટિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 85+ કેટેગરીના ૧૧૯૭ મતદારો તથા ૩૭૧ PWD મતદારો સહિત કુલ ૧૫૬૮ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.