પ્લોટ લખી દેવાની ના કહેતાં નિલેશ ખીંટ પર સાત શખ્સોનો હુમલો - At This Time

પ્લોટ લખી દેવાની ના કહેતાં નિલેશ ખીંટ પર સાત શખ્સોનો હુમલો


પ્લોટ આપવાની ના કહેતાં બેડીપરાના નિલેશ ખીંટ પર સાત શખ્સો હુમલો કરી નાસી ગયા હતા. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિજન પોલીસને જાણ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બેડીપરામાં રહેતાં નિલેશ ધીરુભાઈ ખીંટ (ઉ.વ.27) નામનાં યુવક પર સાત શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. આ અંગે યુવકના પરિવારજનોએ જણાવ્યું કે નિલેશ ચાંદી કામના કારખાનાં મજુરી કામ કરે છે. યુવકને કાના સિંધવના મકાન પાસે પ્લોટ આવેલ છે.
જે પ્લોટમાં નિલેશ ગાયો બાંધે છે. તે પ્લોટ અગાઉ કાના સિંધવે વેંચાણથી માંગ્યો હતો. પણ યુવકે પ્લોટ આપવાની ના કહી હતી. ગઈ કાલ રાત્રિના કાનાએ બેડીપરા સંતોષી માતાના મંદિર નજીક પોતાનાં ઘર પાસે નીલેશને બોલાવ્યો હતો. અને પ્લોટની માંગણી કરી હતી. જે પ્લોટ આપવાની ના કહેતાં યુવક પર કાના સિંધવ અને તેનાં ભત્રીજા હીરેન અને કરણ સહીત સાત શખ્સોએ હુમલો કરી નાસી ગયા હતાં. હુમલામાં યુવકને માથાના અને શરીરે ભાગે ઈજા થતાં તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.