ગુજરાત ATS ને મળી મોટી સફળતા ચૂંટણી પહેલા રાજ્ય માંથી ગેરકાયદેસર હથિયારો ની હેરાફેરી કરતા ૬ ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા - At This Time

ગુજરાત ATS ને મળી મોટી સફળતા ચૂંટણી પહેલા રાજ્ય માંથી ગેરકાયદેસર હથિયારો ની હેરાફેરી કરતા ૬ ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા


તા:-૨૬/૦૪/૨૦૨૪
અમદાવાદ

ગુજરાત ATS વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા ATS ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સવેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જેના અન્વયે નારોકકટીક્સ,આર્મ્સ વગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સવેલન્સ રાખવામાાં આવેલ હતું તે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી હર્સ ઉપાધ્યાય સાહેબ નાઓને બાતમી મળેલ કે, મધ્ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર જેવા કે પિસ્તોલ તથા કારતૂસોનો જથ્થો સાથે રાખી તા:-૨૪/૦૪/૨૦૨૪ ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યે અમદાવાદના નારોલ બ્રિજ ના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવનાર છે.જે ની ચોક્કસ બાતમી મળેલ અને ATS ગુજરાતના પો.સ.ઈ. શ્રી વી. આર. જાડેજા તથા શ્રી વી.એન.ભરવાડ તેમજ સાથે ટીમના માણસો ઉપરોક્ત બાતમી હકીકતવાળી જગ્યાએ વોચ ગોઠવી ચેકીંગ હાથ ધરતા તે જે દરમ્યાન ઉપરોક્ત બાતમી ની હકીકતવાળા બે શંકાસ્પદ ઈસમો મળી આવતા તેઓને રોકી પુછપરછ કરતા તેઓની પાસે રહેલ થેલાની તપાસ કરતા શિવમ ઉર્ફ શિવા ઇન્દરસિંગ ડામોરની પાસેથી પિસ્તોલ નંગ-૦૫ તથા કારતુસ નંગ-૨૦ મળી આવેલ. ત્યારબાદ તેઓની વિરુદ્ધ એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરી તેઓની વિગતવાર પુછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્દરસિંહ ડામોર
છેલ્લા ઘણા સમય થી મધ્ય પ્રદેશ થી ખાંદગી ટ્રાવેલ્સ માં જામખંભાળિયા દર ચોથા દિવસે અવર જવર કરતો હતો, જે દરમ્યાન ગુજરાતના વિવિધ જીલ્લોઓ માં અલગ અલગ માણસો ના સંપર્ક માં આવી તેવોને હથિયાર જોઈએ છે તો હું મધ્ય પ્રદેશ થી લાવી આપવાની ખાત્રી આપતોગુજરાત ના અલગ અલગ જીલ્લોઓ માં હથિયારો પોહચાડીયા હોવાનું ખુલાસો કર્યો હતો જે બાદ પો.સ.ઈ. શ્રી વી.આર.જાડેજા સાહેબ અને શ્રી વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પો.સ.ઈ. શ્રી આર.આર.ગરચરનાઓની ટીમે વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનગર જીલ્લા માંથી વધુ ૨૦ પિસ્તોલ તથા ૭૦ રાઉન્ડ કારતુસ ના જથ્થા સાથે ચાર ઈસમો ને પકડી પાડેલ છે

પકડાયેલ આરોપીઓ ના નામ નીચે મુજબ
(૧) શિવમ ઇન્દ્રસિંગ ડામોર
ઉંમર:-૨૬ અભ્યાસ-૫ પાસ
રહે:-ભોજકા તા:-જાબુંવા જિલ્લો જાબુંવા મધ્ય પ્રદેશ
વેપન:-૫ અને ૨૦ કારતુસ મળેલ
(૨) પ્રવીણ ધર્મેન્દ્રસિંહ શ્રીવાસ
ઉંમર:-૨૩ અભ્યાસ- ૧૦
રહે:-પીસી સીટીનગર ઇન્દોર મધ્ય પ્રદેશ
વેપન:-૩ મળેલ છે
(૩) સંજય દુદાભાઈ મેર
ઉંમર:-૨૩ અભ્યાસ-૧૨ પાસ
રહે:-લોઠાડા રાજકોટ
વેપન:-૪ મળેલ છે
(૪) રાજુ જયંતીભાઈ સરવૈયા
ઉંમર:- ૩૦ અભ્યાસ-૯ પાસ
રહે:-કોઠી કમ્પાઉન્ડ જામ ટાવર ચોક પાસે રાજકોટ
વેપન:-૩ મળેલ છે
(૫) વિપુલ વેલાભાઈ સાનિયા
ઉંમર:-૩૦ અભ્યાસ-૧૨ પાસ
રહે:- ગામ- વગડીયા તા-મુળી જિલ્લો-સુરેન્દ્રનગર
વેપન:-૬ અને ૬૦ રાઉન્ડ મળી આવેલ
(૬) મનોજ ગિરીશભાઈ ચૌહાણ
ઉંમર:-૨૪ અભ્યાસ-૧૦ પાસ
રહે:- વાસ્કૂર કાલા પ્લોટ ચોટીલા જિલ્લો:-સુરેન્દ્રનગર
વેપન:-૪ મળી આવેલ છે
ઉપરાંત પકડાયેલ ઈસમો વિરુદ્ધ ગુજરાત ATS દ્વારા આર્મ્સ એકેટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
ઉપરાંત ગેરકાયદેસર હથિયારો ની હેરાફેરી માં કઈ કઈ ઈસમો સામીલ છે તેની પૂછપરછ ચાલુ છે

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.