3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન - At This Time

3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન


3જી મે થી ભાવનગરથી દિલ્લી કેન્ટ સુધી દોડશે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન

શનિવારથી ટિકિટ બુકિંગ શરૂ થશે ઉનાળાની ઋતુમાં મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલ્વેએ ભાવનગર અને દિલ્લી કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર સમર વીકલી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર,આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 15.15 કલાકે દોડશે.આ ટ્રેનને 3 મે, 2024થી 28 જૂન, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રેન નંબર 09557/09558 ભાવનગર-દિલ્લી કેન્ટ એક્સપ્રેસ ટ્રેન ટ્રેન નંબર 09557 ભાવનગર–દિલ્લી કેન્ટ સમર વીકલી સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે 15.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.10 કલાકે દિલ્લી કેન્ટ પહોંચશે. આ ટ્રેન 3 મે, 2024 થી 28 જૂન, 2024 સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 09558 દિલ્લી કેન્ટ-ભાવનગર સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દિલ્લી કેન્ટ સ્ટેશનથી દર શનિવારે 15.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.આ ટ્રેન દિલ્લી કેન્ટથી 4 મે, 2024 થી 29 જૂન, 2024 સુધી ચાલશે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.