રાજસ્થાનનો છેલ્લા બોલે વિજય, 4 વર્ષ પછી પોતાના જ રેકોર્ડની બરાબરી કરી, બટલર-નરૈન છવાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rajasthans-last-ball-win-equals-own-record/" left="-10"]

રાજસ્થાનનો છેલ્લા બોલે વિજય, 4 વર્ષ પછી પોતાના જ રેકોર્ડની બરાબરી કરી, બટલર-નરૈન છવાયા


2020ની 27મી સપ્ટેમ્બરે શારજાહમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ રમતા પંજાબ કિંગ્સે 223/2નો સ્કોર બનાવ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સે રન ચેઝ માટે આપેલા 224 રનના જવાબમાં 226 રન બનાવ્યા હતા. લગભગ 4 વર્ષ પછી, 16 એપ્રિલે, રાજસ્થાને ફરી એકવાર પોતાના રેકોર્ડની બરાબરી કરી, જ્યારે તેણે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આપેલા 224 રનના લક્ષ્યનો પીછો કર્યો અને 2 વિકેટે જીત મેળવી હતી.

આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરૈને 56 બોલમાં 109 રન ફટકાર્યા હતા. રાજસ્થાન માટે જોસ બટલરે60 બોલમાં 107 રન બનાવ્યા હતા.જે 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. જોસે છેલ્લા બોલ પર રાજસ્થાન રોયલ્સને જીત અપાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]