નીલમબાગ પો.સ્ટે. ભાવનગરના અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી ટ્રાફિક શાખા બોટાદ - At This Time

નીલમબાગ પો.સ્ટે. ભાવનગરના અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી ટ્રાફિક શાખા બોટાદ


નીલમબાગ પો.સ્ટે. ભાવનગરના અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુન્હાના આરોપીને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ ક૨તી ટ્રાફિક શાખા બોટાદ

બોટાદ ટ્રાફીક શાખાના પો.સબ.ઈન્સ કે.એન. પટેલ અને કર્મચારીઓ બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન ઢાંકણીયા રોડ ચ૨માળીયા દાદાની દેરી પાસેના રોડ પર ટ્રાફીક નિયમનને લગતી કામગીરી ક૨તા એક ઈસમ નંબર પ્લેટ વગરનું હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર મો.સા. સાથે શંકાસ્પદ રીતે મળી આવેલ. આ ઈસમને ઉભો રાખી તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ પ્રહલાદભાઈ હરજીભાઈ વાળા ઉ.વ.૩૭ ૨હે. પાળીયાદ રોડ, સૂર્યા ગાર્ડન હોટલની પાછળ, સરકારી નિશાળની બાજુમાં,બોટાદ, તા.જી.બોટાદ (મૂળ ૨હે ગામ મોરશીયા તા.ધંધૂકા જિ.અમદાવાદ) વાળો હોવાનું જણાવેલ. જેની પાસે રહેલ મો.સા.ના માલીકીનાં પુરાવા માંગતા,પોતાની પાસે ના હોય અને ત્યારબાદ ખાનગી રાહે હકીકત મળેલ કે આ વાહન નીલમબાગ પો.સ્ટે. ભાવનગર વિસ્તારમાંથી ચોરાયેલ હોય અને શંકાસ્પદ હોય, જેથી મજકુર ઈસમને વિશ્વાસમાં લઈ જીણવટભરી રીતે પુછપરછ કરતાં તેણે આ મો.સા. બાબતે કોઈ સત્ય હકીકત જણાવેલ ના હોય અને માલીકીપણા અંગેના પૂરાવાઓ બાબતે ગલ્લાતલ્લા કરતો હતો અને જેથી તેણે આ શંકાસ્પદ મો.સા. કોઈપણ રીતે ચોરી અર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવેલ. જેથી મજકુર ઈસમના કબ્જાનું આ મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/-નું ગણી સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઈસમને સી.આર.પી.સી કલમ.૪૧(૧), (ડી) મુજબ આ કામે અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરી નીલમબાગ પો.સ્ટે. .ભાવનગરફ.ગુ.૨.નં.૮૭/૨૦૧૫ IPC કલમ ૩૭૯ મુજબનો મો.સા. ચોરીનો અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.