તમે બોસ છો ? અપનાવવા જેવી છે એપલના સીઇઓની આ ટેવ ....

તમે બોસ છો ? અપનાવવા જેવી છે એપલના સીઇઓની આ ટેવ ….


એપલ, આઇફોન અને સ્ટીવ જોબ્સ - આ ત્રણેય નામને એકમેકથી અલગ કરવાં મુશ્કેલ છે. અનેક ચઢતીપડતી પછી, સ્ટીવ જોબ્સે એપલને એક આઇકોનિક બ્રાન્ડ બનાવી. એપલ કંપનીના હાલના સીઇઓ ટીમ કૂકે સ્ટીવ જોબ્સની લેગસી સાચવવાની હતી અને તેને વિસ્તારવાની પણ હતી.

હમણાં એપલનો નવો આઇફોન લોન્ચ થયો ત્યારે સ્ટીવ જોબ્સની દીકરીએ તેની ટીકા કરી, પણ ઓવરઓલ ટીમ કૂકે પોતાની જવાબદારી જોરદાર રીતે નિભાવી છે. તેઓ સીઇઓ બન્યા ત્યારે એપ લગભગ ૩૪૦ અબજ ડટોલરની કંપની હતી, આજે ૨.૪ ટ્રિલિયનની વેલ્યૂ સાથે દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ છે.

સ્ટીવ જોબ્સની માસ્ટરી ઇનોવેશન્સમાં હતી, તો ટીમ કૂક ઓપરેશન્સ અને સપ્લાય ચેઇનને સ્ટ્રીમલાઇન કરવાના માસ્ટર છે.

આ ટીમ કૂકે એક ઇન્ટરવ્યૂમાં રસપ્રદ વાત કહી. તેમણે કહ્યું કે તેઓ સ્ટીવ જોબ્સ પાસેથી એક વાત શીખ્યા હતા અને એ ટેવ તેમણે અત્યાર સુધી જાળવી રાખી છે - દર સોમવારે સવારે ૯ વાગ્યે કંપનીના ટોપ એક્ઝિક્યૂટિવ્સની મીટિંગ કરવાની ટેવ.

આ બંને લીડરના મતે, સમગ્ર ટીમની નિયમિત, નિશ્ચિત સમયે મીટિંગ થાય તો ટીમના દરેક સભ્ય એકમેકના કામથી વાકેફ રહે છે અને  પોતાના લીડર જેટલા જ સારા કે તેનાથી પણ બહેતર નિર્ણયો લઈ શકે છે!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »