વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવા મેદાન પર પહોંચી ગયો ફેન

, વિરાટ કોહલી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે વિરાટ કોહલીનો ચાહક સુરક્ષા તોડી મેદાનમાં પહોંચી ગયો હતો. આ ફેને વિરાટ કોહલીને ગળે લગાવ્યા અને સેલ્ફી પણ લીધી હતી.
વિરાટ કોહલી

રાજીવ ગાંઘી આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગમાં ૧૫ ઓવરની સમાપ્તી બાદ આવું થયું હતું. સુરક્ષાકર્મિયોને છેતરીને આ ચાહક મેદાનમાં વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. તેમને વિરાટને ગળે લગાવ્યા અને સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન અમ્પ્યારોએ સમય ખરાબ ના થાય તેના કારણે ડ્રીંક્સ બ્રેક લઇ લીધો હતો. જલ્દી જ સુરક્ષાકર્મીઓએ તે ફેનને મેદાનથી બહાર કરી દીધો હતો.
વિરાટ કોહલી

કંઇક એવો જ નજારો રાજકોટમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં જોવા મળ્યો હતો. તે સમયે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા અને બે ચાહક તેમની સાથે ફોટો લેવા માટે ચાલુ મેચમાં મેદાન પર પહોંચી ગયા એટ. તેમ છતાં, બાદમાં સુરક્ષા કર્મચારીઓએ મેદાન પર પહોંચી આ યુવકોને બહાર કરી દીધા હતા.
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »