હળવદના ચરાડવા ગામે નિયોજન નગર ગાડલિયા વસાહત નું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને (vsmm) સંસ્થાના ફાઉન્ડર મિતલબેન પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું

આજરોજ હળવદ તાલુકાના ચરાડવા ગામે વિચરતી જાતિના 21
જેટલા ગાદલિયા પરિવારોને ગુજરાત સરકાર તેમજ વિચરતા સમુદાય સમર્થન મંચના સહિયારા સહયોગથી એક નવું નિયોજન નગર હળવદ તાલુકાના ચરાડવા ગામે બનાવવા માટે નો ભૂમિ પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વિચ
રતા સમુદાય સમર્થન મંચ ના ફાઉન્ડર મિતલબેન પટેલ ના હસ્તે યોજાયો હતો. અત્યાર સુધીમાં સમુદાય સમર્થન મંચ સંસ્થા 1500 જેટલા ઘર બાંધી ચૂકી છે અને આ વર્ષમાં 500 ઘર બાંધવાનું સંકલ્પ છે આ સાથે ચરાડવા ગામમાંથી દેવીપુજક સમાજ તેમજ ચુવાળીયા કોળી સમાજ ના લોકોએ પ્લોટ ફાળવવા બાબતે મિતલબેન પટેલને રજૂઆત કરી હતી. અને ચરાડવા ગામની જનતાએ આવી સેવા પ્રવૃત્તિ કરનાર મિતલબેન પટેલ, કનુભાઈ બજાણીયા, અને છાયાબેન પટેલ તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો આ સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, મુન્નાભાઈ સાનિયા, રતિલાલભાઈ પરમાર, વિજયભાઈ પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા આ સમગ્ર વસાહત ના ડોક્યુમેન્ટ થી માંડી આજના કાર્યક્રમ સુધી ની કનુભાઈ બજાણીયાએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »