હળવદના ચરાડવા ગામ નજીક ટ્રાવેલ્સ બસ પર હુમલો કરનાર સાત શખ્સોની અટકાયત કરવામાં આવી

હળવદના ચરાડવા ગામ નજીક ટ્રાવેલ્સ બસ પર હુમલો કરનાર સાત શખ્સોની અટકાયત કરવામાં આવી


હળવદના ચરાડવા ગામ નજીક ટ્રાવેલ્સ બસ પર હુમલો કરનાર સાત શખ્સોની અટકાયત કરવામાં આવી

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી ગામનો ડાભી પરિવાર અમદાવાદ થી મામેરુ ભરી પરિવારજનો સાથે ટ્રાવેલ્સમાં આવી રહ્યા હતા ત્યારે ચરાડવા નજીક ચા પાણી પીવા ટ્રાવેલ્સ બસ રોકતા ચરાડવા ગામના અમુક શખ્શો ગાળો બોલતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ અન્ય લોકો સાથે મળી ટ્રાવેલ્સ નો પીછો કરી ટ્રાવેલ્સ પર પથ્થરો અને લોખંડ ના પાઇપ થી કરી હુમલો કર્યો હતો આ ઘટનામાં કુલ 10 લોકો ઉજાગ્રસ્ત થયા છે અને આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે જઈ હુમલો કરનાર અમુક શખ્સો ને પકડી પાડવામાં આવ્યા છે.મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપીઓને પકડવા સારૂ સર્વલન્સ ટીમ તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમ સાથે પેટ્રોલીંગ કોમ્બીંગ કરી આરોપીઓ સદામભાઇ ગુલમહમદભાઇ ભટ્ટી, ઇમરાનભાઇ ગગાભાઇ જામ તેમજ ગુન્હના કામે ઉપયોગ કરેલ એક બાઇક તથા બ્લુ કલરની ફોરવ્હીલ ગાડી તથા ગુનાના કામે ઉપયોગ કરેલ હથીયારો કબ્જે કર્યા હતા. પોલીસની સઘન પૂછપરછમાં અન્ય આરોપીઑના નામ ખૂલતાં પોલીસે યાસીનભાઇ હારૂનભાઇ જામ, વિજયભાઇ પરશોતમભાઇ સોલંકી, વિજયભાઇ વશરામભાઇ બજાણીયા, અલ્તાફ ફીરોજભાઇ ભટ્ટી, જાવેદવભાઇ નિજામભાઇ ભટ્ટીની સહિત ના ઓ ની ધરપકડ કરવામાં આવી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »