2015 ડ્રગ્સ કેસ મામલો: અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી 15 વર્ષની સજા

, અમદાવાદ: વર્ષ 2015માં અમદાવાદના નહેરુ બ્રિજ નજીકથી મેથાફેટામાંઈન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સોનું ઉર્ફે વિક્કીની 91.230 ગ્રામ મેથાફેટામાંઈન ડ્રગ્સ સાથે અમદાવાદ એટીએસે નહેરુ બ્રિજ નજીકથી ધરપકડ કરી હતી.

આ મામલે આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી સોનું ઉર્ફે વિક્કીને 15 વર્ષની સખ્ત કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ સેશન્સ કોર્ટે ફટકાર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »