પરદેશથી ભારતમાં પૈસા મોકલવામાં બીજા નંબરે છે ભારતીયો, જાણો આંકડા - AT THIS TIME

પરદેશથી ભારતમાં પૈસા મોકલવામાં બીજા નંબરે છે ભારતીયો, જાણો આંકડા

, દુનિયાના વિવિધ દેશોમાં વસેલા ભારતીયો ભારતમાં પોતાના પરિવારજનોને પૈસા મોકલવામાં દુનિયામાં બીજા નંબરે છે. પહેલા નંબરે ચાઈનિઝ છે.જે વિદેશોમાંથી કમાણી કરીને પોતાના પરિવારને મોકલવામાં ટોપ પર છે.જોકે ભારતીયોને પણ વિદેશથી ભારત પૈસા મોકલવા માટે ખાસી એવી કિંમત ચુકવવી પડી રહી છે. 2017માં વિદેશમાં રહેતા ભારતીયોએ લગભગ 68 અબજ ડોલર ભારતમાં મોકલ્યા હતા.જોકે તે માટે તેમણે સરેરાશ 3.27 ટકા ટ્રાન્સઝેક્શન ફી ચુકવી હતી.આમ ભારતીયોએ 2.35 અબજ ડોલર એટલે કે લગભગ 15000 કરોડ રુપિયા ટ્રાન્ઝેક્શન ફી પેટે ચુકવ્યા હતા.

ભારતમાં સૌથી વધારે પૈસા મિડલ ઈસ્ટના દેશોમાંથી આવે છે.જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં કામ કરે છે.જોકે રકમની રીતે જોવામાં આવે તો 82 ટકા હિસ્સો દુનિયાના આઠ દેશોમાંથી આવે છે.વિદેશથી આવનારી રકમનો 60 ટકા જેટલો હિસ્સો પરિવારના ભરણ પોષણ પાછળ વપરાય છે. ભારતમાં વિદેશથી મોકલાતી રકમનો 59 ટકા હિસ્સો કેરલ , મહારાષ્ટ્ર ,કર્ણાટક અને તામિલનાડુ રાજ્યમાં મોકલાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »