હળવદ ચૂંટણી પ્રસંગે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે ૫૦૦ લીટર શરબત નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

હળવદ ચૂંટણી પ્રસંગે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે ૫૦૦ લીટર શરબત નું વિતરણ કરવામાં આવ્યું


ચૂંટણી મહાપર્વ નિમિતે હળવદ મધ્યે આવેલ દરબાર નાકા ખાતે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે ૫૦૦ લીટર શરબત જેમાં નેચરલ લીંબુ સરબત - ઓરેન્જ સરબત - પાઈનેપલ સરબત - ગુલાબ ફેવર એમ વિવિધ ફેવર ના ૫૦૦ લીટર નું શુદ્ધ સાત્વિક શરબત બનાવવામાં આવ્યું હતું સાથે ૧૦૦ લીટર ઠંડા પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જે ૪૨ ડિગ્રી તાપમાન માં મતદાન કરવા આવતા મતદાતાઓ સાથે સુરક્ષા કર્મીઓ અને હળવદ શહેર વિસ્તાર ના વિવિધ મતદાન મથકે ફરજ બજાવતા કર્મચારી ઓ ને ઠંડુ શરબત અને પાણી ગ્રુપ ના સેવાભાવી સભ્યો એ તેમના ફરજ ના સ્થળે પહોંચાળી અને માનવ સેવા એજ પ્રભુ સેવા ના શુત્ર ને સાર્થક કર્યું હતું સાથે ૧૦૦ લીટર ઠંડુ પાણી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આમ આ પ્રકાર ની સેવા એ ખુબ જ પ્રેરણાદાયી કહી શકાય કે રાષ્ટ્ર ના ઉત્થાન માટે લોકશાહી ના આ મહાપર્વ ની ઉજવણી થતી હોઈ જેમાં આ પ્રકાર ની સેવા થી પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગૃપ ના સભ્યો એ એક નવો રાહ ચિંધ્યો છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.