ખેડબ્રહ્મામાં પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અપાઇ - At This Time

ખેડબ્રહ્મામાં પ્રિસાઈડિંગ ઓફિસરની તબિયત લથડતાં સારવાર અપાઇ


લોકસભાની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર દ્વારા ઇવીએમ, વીવીપેટ મશીન સાઈટ ચૂંટણી સામગ્રીનું વિતરણ ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલમાં કરાઇ રહ્યું હતું. જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે વડાલીના મેઘના શિક્ષક દિનેશભાઇ માધાભાઈ વણકર હિંમતનગરની ઇલોલ હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. જેઓને ખેડબ્રહ્માના ગઢડા શામળાજીમાં પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે ફરજ પર મૂકાયા હતા. જેઓ ફરજ પર હતા ત્યારે અચાનક ચક્કર આવી પડી ગયા હતા. જેથી ત્યાં હાજર અન્ય કર્મચારીઓએ તાત્કાલિક 108માં ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાતાં સારવાર અપાઇ હતી. તેમની જગ્યા પર રિઝર્વ કર્મચારીને ફરજ સોંપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.