રાણપુર ભાજપ આગેવાને ચૂંટણી પંચને પત્ર લખી તંત્રને જવાબદાર ઠેરવતી અરજી કરી. - At This Time

રાણપુર ભાજપ આગેવાને ચૂંટણી પંચને પત્ર લખી તંત્રને જવાબદાર ઠેરવતી અરજી કરી.


મતદાનની ટકાવારી ઓછી થવા પાછળ મતદાન સ્લીપનું વિતરણ ન થયું હોવાનું કારણ ધર્યું.

ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા એ સ્થાનિક મામલતદારને કરી હતી સ્લીપ ન મળ્યાની રજૂઆત તેમ છત્તાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો.

લોકસભાની ચૂંટણીને લઈને મતદાન સ્લીપ વહિવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતી હોય છે, ત્યારે રાણપુર શહેરનાં કેટલાક વિસ્તારોમા મતદાન સ્લીપનું વિતરણ થયું નથી તેવું જણાવ્યું.

મતદાન સ્લીપનું વિતરણ થયું ન હતું. જેથી મતદાનની ટકાવારી ઓછી થઈ છે.

બેદરકારી દાખવનાર અધિકારી કે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હોવાનું બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુ પંચાળાએ જણાવ્યું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.