સુરેન્દ્રનગરમાં પ્રિસાઈડિંગ ઓફિસરને હ્વદયની તકલીફ થતા સિમ્સ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાઈ કેશલેસ સુવિધા - At This Time

સુરેન્દ્રનગરમાં પ્રિસાઈડિંગ ઓફિસરને હ્વદયની તકલીફ થતા સિમ્સ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાઈ કેશલેસ સુવિધા


કલેકટરે હોસ્પિટલ જઈ સંબંધિત કર્મચારી અને તેમના પરિવાજનોની રૂબરૂ મુલાકાત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રિસાઈડિંગ ઓફિસરને હદયની તકલીફ થતા સિમ્સ હોસ્પિટલ ખાતે તેમની કેશલેસ સારવાર કરાવવામાં આવી હતી મૂળી તાલુકાની ગોદાવરી પ્રાથમિક શાળાના શિક્ષક વાસુદેવભાઇ પટેલ ચૂંટણી ફરજ અંતર્ગત પ્રિસાઈડીંગ ઓફીસર તરીકે 64-ધ્રાંગધ્રા વિધાનસભામાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમને હ્રદયની શારીરિક તકલીફ થતાં પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા પણ તેમને વધુ સઘન સારવારની જરૂર જણાતાં તેમજ આ બાબતની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેયુર સંપટના ધ્યાને આવતા તેમણે અંગત રસ લઈ પ્રિસાઈડિંગ ઓફિસરને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે યોગ્ય સારવાર મળી રહે તે માટે સિમ્સ હોસ્પીટલ ખાતે શિફ્ટ કરાવ્યા ત્યાર બાદ કલેક્ટરએ હોસ્પિટલ જઈ સંબંધિત કર્મચારી અને તેમના પરિવાર જનોની રૂબરૂ મુલાકાત કરી ભારતીય ચૂંટણી પંચની નક્કી થઈ આવેલ માર્ગદર્શિકા અનુસાર તેમને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવી હતી તે માટે ડોકટર માણીયા સાહેબ સાથે ચર્ચા કરી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રોકાયેલા છે ચૂંટણી ફરજ પરનાં આ કર્મચારીઓનાં સ્વાસ્થ્ય સહિતની બાબતોને કાળજી રાખી ચૂંટણી તંત્ર દ્વારા વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે અંતર્ગત ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓને જરૂર પડ્યે કેશલેસ તબીબી સારવાર ઉત્તમ સ્થળે મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.