દુર્ઘટના. વિજયનગરથી ચિઠોડા જતી જીપની બ્રેક ફેલ થતાં 7 ઘાયલ - At This Time

દુર્ઘટના. વિજયનગરથી ચિઠોડા જતી જીપની બ્રેક ફેલ થતાં 7 ઘાયલ


વિજયનગર રેફરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા

વિજયનગરથી ચિઠોડા જતી જીપની હેરમાતા નજીક જેઠાઢાળ નજીક બ્રેક ફેલ થતાં 6 મહિલાઓ સહિત 7 વ્યક્તિ ઘવાયા હતા.જેઓને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા
વિજયનગર રેફરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા

વિજયનગરથી ચિઠોડા જતી જીપની હેરમાતા નજીક જેઠાઢાળ નજીક બ્રેક ફેલ થતાં 6 મહિલાઓ સહિત 7 વ્યક્તિ ઘવાયા હતા.જેઓને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા.

સોમવાર સાંજે વિજયનગરથી વાયા બાલેટા થઈ ચિઠોડા જતી જીપ નં.જી.જે.02કે.5760 ની હેરમાતા જેઠાઢાળ નજીક બ્રેક ફેલ થતાં ચાલકે સમય સૂચકતા વાપરી જીપને ડુંગર નજીક અટકાવતા સર્જાયેલા અકસ્માતમાં છ મહિલાઓ સહિત સાત વ્યક્તિ ઘવાયા હતા.જેઓને વિજયનગર રેફરલ હોસ્પિટલમાં ડો.ચિરાગભાઈ ડામોર દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા.

અકસ્માતમાં ઘાયલો

1.મુકેશભાઈ નાથુભાઈ ગામેતી (40) રહે. બાલેટા, ડ્રાઈવર

2.રંજનબેન વિનોદભાઈ ખરાડી (45) રહે. બાલેટા

3.મનીષાબેન સોમાજી નિનામા (60) વર્ષ રહે. ગાડી

4.સુરેખાબેન પોપટભાઈ નિનામા (40) વર્ષ રહે.ગાડી

5.સુરેખાબેંન હર્ષદભાઈ બલાત (45) રહે. બિલડીયા

6.સુશીલાબેન નટવરભાઈ અસારી (56) રહે.મોવતપુરા

7.સવિતાબેન દેવાજી ડામોર (40) રહે. દઢવાવ

રિપોર્ટર. હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.