મહિસાગર : સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ગાંધીનગર થી પધારેલ CRPF ના અધિકારી તથા તેમની ટીમ સાથે ગોઠીબ ગામે વરસિંગભાઈ તાવિયાડ નો હાર્દિક શ્રદ્ધાંજલી નો કાર્યકમ યોજાયો. - At This Time

મહિસાગર : સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ગાંધીનગર થી પધારેલ CRPF ના અધિકારી તથા તેમની ટીમ સાથે ગોઠીબ ગામે વરસિંગભાઈ તાવિયાડ નો હાર્દિક શ્રદ્ધાંજલી નો કાર્યકમ યોજાયો.


મહિસાગર : સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે ગાંધીનગર થી પધારેલ CRPF ના અધિકારી તથા તેમની ટીમ સાથે ગોઠીબ ગામે વરસિંગભાઈ તાવિયાડ નો હાર્દિક શ્રદ્ધાંજલી નો કાર્યકમ યોજાયો.
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રહેતા વરસિંગભાઈ હીરાભાઈ તાવિયાડ ના પુત્ર શ્રી 1977 મી સાલમાં CRPF માં પોસ્ટિંગ તથા તેઓ મિઝોરમ રાજ્યના ત્રિપુરા ગામ ખાતે ફરજ પર હતા.જેમાં તે દરમિયાન અચાનક દુશ્મનો દ્વારા હુમલો થતા આ ત્રિપુરા ગામમાં ભારત દેશના બોમ્બ બ્લાસ્ટ માં 17 જેટલા ભારત દેશના જવાનો ધટના સ્થળે શહીદ થય ગયેલ હતા.
જેમાં આ બોમ બ્લાસ્ટ માં એક જવાન ગુજરાત રાજ્ય મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રહેતા વરસિંગભાઈ તાવિયાડ પોતાની ફરજ દરમિયાન તેઓ પણ દેશ માટે શહીદ થય ગયેલ હતાં.
જેમાં આ કાર્યકમ માં તેના ભાગરૂપે આજરોજ 08 મેં 2024 ના રોજ ગાંધીનગર થી CRPF ના અધિકારી તથા તેમની સાથે તેમના જવાનો મોટી સંખ્યામાં સંતરામપુરના ગોઠીબ ગ્રામ પંચાયત પાસે આ જવાન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાજર રહ્યાં હતા. અને આ કાર્યકમ માં તમામે શહીદ થયેલ જવાન ને સલામી આપી ફૂલહારથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
તેમજ આ કાર્યકમ માં ગાંધીનગર થી CRPF ના ઇન્સ્પેકટર લાલચંદ્ર જયસ્વાલ જી, સહાયક ગિરીશકુમાર જી, હવાલદાર આમીરભાઈ જી , સિપાહી અશ્વિની નંદલાલ જી તેમજ તેમની સાથે તેમની ટીમ જવાનો અને ગામના સરપંચ શ્રી, સોનું ભાઈ તાવિયાડ , માજી સરપંચ શ્રી,નારણભાઈ રાવળભાઈ તથા ગોઠીબ ગામ પંચાયત સભ્યો શ્રી, અને ગામના ગામના ગામજનો તથા શહીદ થયેલ જવાન ના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.