યાત્રાધામ અંબાજી પંથકમાં કમોસમી વરસાદ પડતાં ઠંડક - At This Time

યાત્રાધામ અંબાજી પંથકમાં કમોસમી વરસાદ પડતાં ઠંડક


પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે| કેટલાક દિવસથી અસહ્ય તાપ અને ગરમીથી યાત્રિકો સહિત સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. એક તરફ જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે કશ્મકશ જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગરમાવા વચ્ચે ગરમીએ પણ તેનો પ્રકોપ દેખાડયો હતો. મતદારો અસહ્ય ગરમી વચ્ચે પણ મતદાન કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ રહેતાં ગરમીના ઉકળાટથી લોકોએ થોડીક રાહત અનુભવી હતી. ત્યારે યાત્રાધામ અંબાજી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ અમી છાંટણા કરી લોકશાહીના આ મહાપર્વને પણ વધાવ્યું હતું. અચાનક પડેલા ક મોસમી ઝપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.