હૈદરાબાદ ટેસ્ટ: પ્રથમ દિવસે દેખાયો હોલ્ડર-ચેસનો દમ, વેસ્ટઈન્ડિઝ 295/7

, હૈદરાબાદ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 7 વિકેટ ગુમાવી 295 રન બનાવ્યા છે. દિવસના અંતે રોસ્ટન ચેસ 98 રન અને દેવેન્દ્ર બિશુ 2 રન બનાવી નોટ આઉટ રહ્યા છે.વેસ્ટઈન્ડિઝે મેચના પ્રથમ સત્રમાં જ ત્રણ વિકેટ ગુમાવી હતી. મહેમાન ટીમને પ્રથમ ઝાટકો કીરોન પોવેલના (22 રન) રુપમાં લાગ્યો હતો. જેને રવિચંદ્રન અશ્વિને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવે ક્રેગ બ્રેથવેટને (14 રન) એલબીડબલ્યુ આઉટ કરીને વેસ્ટઈન્ડિઝને બીજો ઝાટકો આપ્યો હતો.
ત્યારબાદ શાઈ હોપે (36 રન) હેટમેયર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 34 રન બનાવ્યા હતા ત્યારે ઉમેશ યાદવે શાઈ હોપને આઉટ કરીને મહેમાન ટીમની ત્રીજી વિકેટ પાડી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »