ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી યુવક હળવદમાંથી ઝડપાયો

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી યુવક હળવદમાંથી ઝડપાયો


ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી યુવક હળવદમાંથી ઝડપાયો

હળવદ પોલીસ દ્વારા એક રખડતા ભટકતા શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશનો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ ઝડપાયેલા યુવકની મોરબી એસઓજીની ટીમે સઘન પૂછપરછ આદરી હતી અને તપાસમાં ઘટસ્ફોટ થયા હતા.

આ અંગે મળતી વિગત અનુસાર, ૨૬ મી જાન્યુઆરીના અનુસંધાને હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન ગત રાત્રીના સમયે હળવદના દરબારનાકા પાસે એક શંકાસ્પદ યુવક રખડતો હતો જેને પોલીસે રોકીને તેની પૂછપરછ કરતા તેની ભાષા બાંગ્લાદેશી હોવાનું જણાઈ આવતા પોલીસ સતર્ક બની હતી અને યુવકને પોલીસ મથકે લાવીને ઝડતી લેતા તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ ચિઠ્ઠી પણ મળી આવી હતી જે બાદ સમગ્ર મામલે આ યુવકની વધુ તપાસ માટે મોરબી એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. અને ભાષાની અણસમજ હોવાથી પોલીસને જવાબો મળી શકતા ન હતા જેથી મોરબી એસઓજીના સ્ટાફ દ્વારા બાંગ્લા ભાષા જાણતા વ્યક્તિને બોલાવીને પુછપરછ કરતા તે
યુવકનુ નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી તેના પિતાનું નામ મુસ્લિમ હુસેન મૂળ ધર્મ મુસ્લિમ હાલ ધર્મે ક્રિશ્ચન (ઊ.વ.૨૬ રહે.સદર ઘાટ, જિલ્લો:છટ્ટો ગ્રામ ,બાંગ્લાદેશ)વાળો હોવાનું સામે આવ્યું હતું અને પૂછપરછમાં આ યુવક પાસે પાસપોર્ટ, વિઝા સહિતના કાગળો ન હોવાનું ખુલ્યું હતું જેથી તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હતો અને અલગ અલગ રાજ્યોમાં ફરી તે હળવદ પહોચ્યો હતો. જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ ૧૪ A(a)(b) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

આ કામગીરીમાં હળવદ પીઆઇ એમ.વી.પટેલ, મોરબી એસઓજી પીઆઈ એમ.પી પંડ્યા તેમજ હળવદ પોલીસ અને મોરબી એસઓજીનો સ્ટાફ જોડાયો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »