બોટાદ ધારાસભ્ય અને હાલ ઇન્ડિયા ગઠબંધન 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે - At This Time

બોટાદ ધારાસભ્ય અને હાલ ઇન્ડિયા ગઠબંધન 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે


બોટાદ ધારાસભ્ય અને હાલ ઇન્ડિયા ગઠબંધન 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

ત્યારથી લોકોની વચ્ચે રહી બોટાદને વિકાસનો વેગ આપી રહ્યા છે,બોટાદ જિલ્લાની જનતાની સુખાકારીમાં વધારો થાય તેના માટે બોટાદના ધારાસભ્ય હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે,ત્યારે બોટાદમાં આવેલ ભાવનગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સમસ્યા ખુબજ વિકટ બની રહી છે ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીશ્રીને ભાવનગર રોડ ઉપર આવેલ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે ભલામણ કરી હતી જેના અનુસંધાને મુખ્યમંત્રી દ્વારા ઓવરબ્રિજ બનાવવાની તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ બોટાદની જનતા માટે ખુશીના સમાચાર છે,જયારે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સફળ થયા છે અને બોટાદની જનતાની સુખાકારીમાં વધારો કર્યો છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.