પ્રાંતિજના મજરા પાસે હાઈવા- કાર વચ્ચે અકસ્માત - At This Time

પ્રાંતિજના મજરા પાસે હાઈવા- કાર વચ્ચે અકસ્માત


અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે પર આવેલ મજરા ત્રણ રસ્તા નજીકના સર્વિસ રોડ પર મંગળવારે હાઈવા અને કાર વચ્ચે અકસ્માત થતાં બંને વાહનોને નુકસાન થયુ હતુ. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા વિજયકુમાર ધીરજલાલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.ર૩ એપ્રિલના રોજ સાંજના સુમારે મજરા ત્રણ રસ્તા પર આવેલ હાઈવે પરથી પસાર થઈ રહેલ હાઈવા નંબર જીજે.૧૭એક્સએક્સ.ર૯૦૮ના ચાલકે પોતાના કબ્જાના હાઈવાને બેદરકારી પૂર્વક અને ગફલતભરી રીતે હંકારી લાવી કાર જીજે.૦૧ડબ્લ્યુજે.૯૨૩૩ના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજે ટક્કર મારતાં બંને વાહનોને નુકસાન થયુ હતુ. અકસ્માત થયા બાદ હાઈવાનો ચાલક ભાગી ગયો હતો. જેથી વિજયકુમાર રાઠોડે હાઈવાના ચાલક વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, આકસ્માત બાદ હાઈવાચાલક ભાગી ગયો હતો. ઘટનામાં બંને વાહનને નુકસાન થવા પામ્યું હતું. પોલીસે કારચાલકની ફરિયાદને આધારે હાઈવા ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.