વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ,ટિમ ગબ્બર દ્વારાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરાનું લોકાર્પણ - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ,ટિમ ગબ્બર દ્વારાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરાનું લોકાર્પણ


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ,ટિમ ગબ્બર દ્વારાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરાનું લોકાર્પણ
.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિતથા ટિમ ગબ્બર નામની સંસ્થા અને જુદા જુદા દાતાઓના આર્થીક સહયોગથી વિસાવદરના રામજી મંદિર ચોકમાં વિસાવદરથી જીવાપરા માં જતા રોડ ઉપર તથા વિસાવદર ના રામજી મંદિરથી મેઈન બજાર રેલવે સ્ટેશન રોડ,તથા વિસાવદરથી જૂની બજાર બસ સ્ટેન્ડ રોડને લાગુ પડે તે રીતે તથા રામ મંદિર ચોકથી મામલતદાર કચેરી રોડને તથા રામ મંદિરને લાગુ પડે તે રિતેના સી. સી.ટીવી.કેમેરા ગામની સુવિધાઓ માં વધારો કરવા માટે અને ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે લગાવવામાં આવશેગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર ના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી વિસાવદર ના મેઈનબજાર ચોકમાં કેમેરા મુકવાની જાહેરાત કરેલ હતી જેના ચાર થી પાંચ દિવસમાં કેમેરા મૂકી દેવાતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આ લોકાર્પણ પ્રસંગે સાયોના ગ્રુપવાળા એડવોકેટ ઘનશ્યામભાઈ સાવલિયા,સાઈનાથ સોસાયટીના પ્રમુખ ગિજુભાઈ વિકમાં, રમણીકભાઈ દુધાત્રા,નિલેશભાઈ કોઠારી,ડો.અનિલભાઈ રિબડીયા, જીતુભાઇ, હરેશભાઇ મહેતા,નયનભાઈ જોશી,સુરેશભાઈ સાદરાણી,નટુભાઈ શીંગાળા વિગેરે હાજર રહેલા હતા આ પ્રસંગે ઘનશ્યામભાઈ સાવલિયા એ આ બન્ને સંસ્થા ગણપતિ ઉત્સવ સમિતિ તથા ટિમ ગબ્બર ગુજરાત નીટીમના નયનભાઈ જોશી તથા સુરેશભાઈ સાદરાણી કામગીરીને બિરદાવી વિસાવદર ના વધુમાં વધુ લોકો આ સંસ્થાને મદદ રૂપ થાય અને શહેરના મુખ્ય વિસ્તારમાં સી.સી. ટીવી.કેમેરા ફિટ થાય અને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે આ સંસ્થાએ કરેલ કામગીરી ખુબજ પ્રેરણા દાયક હોય તેમજ કેમેરા ફિટ થવાથી ગુનેગારોને પકડવામાં તથા તેની સામેના પુરાવા એકઠા કરવામાં પણ લોકોને ઉપયોગી થાય અને પોલીસ ખાતા તથા કોર્ટને પણ ઉપયોગી થાય તેમ હોવાનું જણાવેલ હતું અને સમગ્ર ગામલોકો પણ પોત પોતાના વિસ્તારમાં આવી કામગીરી કરે તેવી લાગણી વ્યક્ત કરેલ હતી અને ટિમ ગબ્બર તથા ગણપતિ ઉત્સવ સમિતિના નયનભાઈ જોશી તથા સુરેશભાઈ સાદરાણીને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.