લોકશાહી અવસર આવ્યો આંગણીયે આવો મતદાન મથકોને સ્વચ્છ બનાવીએ સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઇએ - At This Time

લોકશાહી અવસર આવ્યો આંગણીયે આવો મતદાન મથકોને સ્વચ્છ બનાવીએ સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઇએ


લોકશાહી અવસર આવ્યો આંગણીયે આવો મતદાન મથકોને સ્વચ્છ બનાવીએ સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઇએ

‘મારૂ મતદાન મથક, સ્વચ્છ મતદાન મથક’ અંતર્ગત બોટાદ તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિ તથા સ્વચ્છ મતદાન મથક અંતર્ગત કાર્યક્રમો યોજાયા

લોકસભા સામાન્ય ચૂંટણી–2024 અંતર્ગત બોટાદ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેવી રીતે ઉત્સવની ઉજવણી માટે તૈયારીઓ કરવામાં આવે છે તેવી જ રીતે આ લોકશાહી મહાપર્વમાં તૈયારીનાં ભાગરૂપે મારૂ મતદાન મથક,સ્વચ્છ મતદાન મથક અંતર્ગત દરેક બુથ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ તેમજ બૂથ સ્વચ્છતા ઝુંબેશ યોજાઇ રહી છે જે અન્વયે નોડલ ઓફિસર ટી.આઇ.પી. વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ બોટાદ તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ દ્વારા બોટાદ તાલુકાના ઝમરાળા,રતનપર,સમઢીયાળા-૧, કેરીયા-૨,શિરવાણીયા,નાના પાળીયાદ,ગઢડીયા,પાટી,શેરથળી,લાઠીદડ સહિતનાં ગામોમાં મારૂ મતદાન મથક, સ્વચ્છ મતદાન મથક’ અંતર્ગત બૂથ પર મતદાન જાગૃતિ કાર્યક્રમ તેમજ બૂથ પર સાફસફાઈ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મતદારોએ જે-તે મતદાન મથકોની સફાઈ કરી હતી અને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.

રીપોર્ટર: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.