માનસિક બિમારીથી કંટાળી 30 વર્ષીય પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત - At This Time

માનસિક બિમારીથી કંટાળી 30 વર્ષીય પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત


રાજકોટમાં મોરબી રોડ પર ચંદ્રપાર્ક શેરીમાં રહેતી 30 વર્ષીય પરિણીતા નિમિષાબેન સંખારવાએ માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી છવાઈ હતી. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં મોરબી રોડ પર ચંદ્રપાર્ક શેરી નં.3, ડી.કે.સ્કુલવાળી શેરીમાં રહેતાં નિમિષાબેન જગદીશભાઈ સંખારવા (ઉ.વ.30) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતાં ત્યારે છ વાગ્યાની આસપાસ રૂમમાં જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે ઉલ્ટી કરવાં લાગતાં તેમની પુત્રીએ તેના પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્યો હતાં.
મનીષાબેનને તાત્કાલિક સારવાર અર્થે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગે વધુમાં મૃતકના પતિ જગદિશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ખોરાણા ગામના વતની છે અને તેઓ રત્ન કલાકાર સાથે ખેતી કામ પણ કરે છે. તેઓના લગ્ન સાત વર્ષ પહેલાં ઢોલરા ગામના નિમિષાબેન સાથે થયાં હતાં.
બાદમાં દંપતીને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. તેમના પત્ની ઘણાં સમયથી માનસિક બીમારીથી પીડિત હોય જેથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી બે સંતાનો મા વિહોણા થતાં પરિવારમાં ગમગીની સાથે કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.