અમેરિકામાં ગન કંટ્રોલ બિલ સેનેટમાં પસાર થાય તે માટે રૂપરેખા તૈયાર

અમેરિકામાં ગન કંટ્રોલ બિલ સેનેટમાં પસાર થાય તે માટે રૂપરેખા તૈયાર


અમેરિકામાં ગન કંટ્રોલ બિલ સેનેટમાંથી પસાર થાય તે માટેની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. અગાઉ નીચલા ગૃહમાં આ બિલને મંજૂરી મળી ગઈ હતી. બંને ગૃહ સહમત થાય તેવો કાયદો બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે.અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓમાં વધી ગઈ પછી ગન કંટ્રોલ બિલ લાવવાની માગણી દેશભરમાં ઉઠી હતી. લાખો લોકોએ વીકએન્ડમાં ગન કંટ્રોલ બિલની તરફેણમાં દેખાવો કર્યા એ પછી હવે અમેરિકન કોંગ્રેસના બંને ગૃહોમાં બિલ પસાર થાય તે માટેના પ્રયાસો શરૃ થયા છે. નીચલા ગૃહમાં ૨૨૩ સાંસદોના સમર્થનથી બિલ પસાર થયું હતું, પરંતુ ઉપલા ગૃહમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિ ન હોવાથી બિલ અટકી પડયું હતું.વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના ૧૦ સેનેટર્સ સહિત ૨૦ સેનેટર્સે એક નિવેદન જારી કર્યું હતું, જેમાં બંને ગૃહમાં માન્ય હોય એવું બિલ પસાર કરવાની વિચારણા થતી હોવાનું કહેવાયું હતું. નીચલા ગૃહમાં પસાર થયેલા બિલમાં કેટલાક સુધારા થાય તો ઉપલા ગૃહમાં રજૂ થઈ શકે તેમ છે. ગન કંટ્રોલનો કાયદો બને તે માટે બંને પાર્ટીના સેનેટર્સને સમજાવવાની જવાબદારી ઉપાડનારા નેગોશિયેટર્સે કહ્યું હતું કે બંદૂક ખરીદવા માટે ૨૧ વર્ષની વય, પંદર રાઉન્ડ ફાયર કરતી ગન પર પ્રતિબંધ જેવા કેટલાક મહત્વના મુદ્દે બંને પક્ષના સાંસદો સહમત થઈ જશે.બંને ગૃહ સહમત થઈ જશે એવા અહેવાલો વચ્ચે નેશનલ રાઈફલ એસોસિએશને એક નિવેદનમાં આ બિલ પ્રત્યે નારાજગી બતાવીને કહ્યું હતું કે ગન એ દરેક અમેરિકનનો સુરક્ષા માટે મૂળભૂત અધિકાર છે. જોકે, શાળા-કોલેજોની સુરક્ષા માટે થોડાક ફેરફારો જરૃરી હોવાનું પણ આ નિવેદનમાં કહેવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »