શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં બાળકોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું - At This Time

શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં બાળકોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું


શ્રી સર્વોદય વિદ્યાલય ઝમરાળામાં બાળકોને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું

આજરોજ તારીખ 25/04/2024 નાં રોજ શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા ખાતે ડૉ. કૃણાલ વાઢેળ મેડિકલ ઓફિસર શ્રી પ્રા.આ. કેન્દ્ર ઝમરાળા તથા ડૉ.શ્રધ્ધા.એન.ભાવનગરીયા આયુષ તબીબી અધિકારી ઝમરાળાના માર્ગદર્શન હેઠળ એસ.એન.અગ્રાવત MPHS ઝમરાળા તથા કે.કે સોલંકી MPHW ઝમરાળા દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મેલેરીયા રોગના લક્ષણો તથા નિદાન અને તેની સારવાર તથા મચ્છર નો ઉપદ્રવ કઈ રીતે રોકી શકાય તેનાથી બાળકોને માહિતગાર કરવામા આવ્યા તથા મેલેરિયા અંગે પ્રચાર પ્રસાર IEC કરવામા આવી તથા મેલેરીયા મુક્ત ગુજરાત 2025 અંતર્ગત લોક ભાગીદારી બાબતે આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી રાજેશભાઈ એસ રામાવત તેમજ શિક્ષક શ્રી દિલીપભાઈ પી. પટેલ તેમજ ક્લાર્ક ધર્મેન્દ્રભાઈ એન.જોષીઍ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.