આજી ડેમમાં નહાવા પડેલું દંપતી ડૂબ્યું; પતિ લાપત્તા, મહિલાનું રેસ્કયૂ - At This Time

આજી ડેમમાં નહાવા પડેલું દંપતી ડૂબ્યું; પતિ લાપત્તા, મહિલાનું રેસ્કયૂ


યુવાનને શોધતી ફાયર બ્રિગેડ

આજી ડેમમાં નહાવા પડેલું દંપતી ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ફાયર બ્રિગેડની ટીમે મહિલાને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી તેમજ પાંચથી વધુ કલાકથી મહિલાના પતિની શોધખોળ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ થોરાળા પાસેના વિજયનગરમાં રહેતા અરવિંદભાઇ કેશુભાઇ ચૌહાણ (ઉ.41)તેમજ હિનાબેન ઉર્ફે દયાબેન (ઉ.38) આજી ડેમમાં નહાવા પડતા ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગ્રેડની ટીમે પહોંચી રેસ્ક્યૂ કરી મહિલાને બહાર કા઼ઢી સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.