ગીર સોમનાથ ભાજપનાં અડીખમ નેતા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર નો આજે જન્મદિવસ - At This Time

ગીર સોમનાથ ભાજપનાં અડીખમ નેતા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર નો આજે જન્મદિવસ


ગીર સોમનાથ ભાજપનાં અડીખમ નેતા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર નો આજે જન્મદિવસ

ગીર સોમનાથ ભાજપનાં અડીખમ નેતા પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર નો આજે જન્મદિવસ છે. 26/04/1954 નાં રોજ યુગાન્ડામાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ આફ્રિકામાં લીધેલા તેઓ 1969 થી આર.એસ.એસ. માં જોડાઈ નાની ઉંમરે કારોબારી કનવિનર બની ચૂકેલા છે.

1998 થી ભાજપ સાથે જોડાઈ જુનાગઢ સહકાર સેલ ની જવાબદારી 2002 સુધી સંભાળી હતી. બે વર્ષ જિલ્લા ભાજપ મંત્રી બન્યા અને જૂનાગઢ તથા ગીર સોમનાથ ભાજપ પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચૂકેલા છે.

વેરાવળ સહકારી બેંક તથા પીપલ્સ બેંકમાં ડાયરેકટર તરીકે, રાજ્ય પ્રવાસન નિગમ ડાયરેક્ટર તરીકે, રાજકોટ ભાજપ પ્રભારી તરીકે તેઓ સેવાઓ આપી ચુકેલ છે. વેરાવળની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તેઓ રાજકીય તથા સામાજિક સેવાઓમાં સક્રિય છે. આજે તેમના જન્મદિવસે ઠેર ઠેર થી શુભેચ્છાઓ નો વરસાદ તેમના મો. નં 9825231842 પર થઈ રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.