“વારંવાર એસીડીટી ની સમસ્યાથી પીડાતા હોવ તો અહી વાંચો…. - AT THIS TIME

“વારંવાર એસીડીટી ની સમસ્યાથી પીડાતા હોવ તો અહી વાંચો….

,

ઘણી બીમારીઓ એવી હોય છે જેણે આપણે ખુદ આમંત્રણ આપીએ છીએ. આનો અર્થ એ છે કે આપણી ઉંધી જીવનશૈલી. એસીડીટી પણ એ રોગમાંથી જ એક છે. વધારે તીખું તળેલું ખાવાથી આ રોગ થાય છે. પેટમાં પાચનરસની વધારે કમી હોવાથી એસીડીટી થાય છે.

એસીડીટી ના કારણે પેટમાં દુઃખાવો અને છાતીમાં બળતરા થાય છે. અહી આ સમસ્યાના ઘરેલું ઉપાયો જણાવ્યા છે.

* ઓછી માત્રામાં દિવસમાં હલકું ભોજન (લાઈટ ફૂડ) ખાવું અને ખાતા સમયે ભોજન સાથે દેશી ગોળ ખાવો.

* ભોજન ચાવી ચાવીને ખાવું.

* એક કપ પાણી ઉકાળીને તેમાં એક ચમચી વરીયાળી મેળવીને આખી રાત પલાળી રાખવું. સવારે આ પાણી ચાળીને તેમાં ૧ ચમચી મધ મેળવીને ભોજન કર્યા બાદ ત્રણ ટાઈમ લેવું.

* એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી મરીનું ચૂર્ણ તથા અડધું લીંબુ નાખીને સવારે આ પાણી પીવું. આની સાથે સલાડમાં મૂળો લઇ તેની ઉપર કાળું મીઠું નાખીને ખાવું.

* એક લવિંગ અને એલચી લઇ તેને પીસી પાવડર બનાવવો. આ માત્રાને જયારે ભોજન કરો ત્યારે ભોજન બાદ માઉથફ્રેશનર ના રૂપે ખાવું. આનાથી એસીડીટી ઠીક થઇ જશે અને મોઢામાં દુર્ગંધ પણ નહિ આવે.

* જયારે ભોજન કરો ત્યારે બાદમાં થોડું ચાલવું, જેથી ભોજન પચી જાય.

* રોજના ભોજનમાં છાશ, દહીંનું સેવન કરો. લીલોતરી શાકભાજી અને ફળોના જ્યુસનું સેવન કરવું.

* બે ગ્રામ અજમાને અડધા ગ્રામ મીઠા સાથે ચાવીને ખાવ. જો એસીડીટીને કારણે પેટમાં દુઃખાવો થતો હશે તો તે ઠીક થઇ જશે.

* પુદીના ની તાસીર ઠંડી હોય છે જેથી આના પાન ખાવાથી પેટમાં બળતરા, ગેસ અને દુખાવો મટાડવા પ્રભાવિત છે. જયારે ગેસ કે એસીડીટી જેવું લાગે ત્યારે પુદીનાને કાપીને પાણીમાં ઉકાળો. બાદમાં આ પાણીને પીવું. આનાથી ચપટીમાં એસીડીટી મટી જશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »