આશીષ નેહરાને RCBએ યોગ્ય ના માન્યો, ગુજરાતે આપી તક, નારિયલ પાણી પીને રચી નાખ્યો ઇતિહાસ

આશીષ નેહરાને RCBએ યોગ્ય ના માન્યો, ગુજરાતે આપી તક, નારિયલ પાણી પીને રચી નાખ્યો ઇતિહાસ


ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા હસી-મજાક માટે જાણીતો છે, તેની સાથે રમી ચુકેલા વીરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ અને યુવરાજ સિંહ હંમેશા નહેરા વિશે એક વાત કહી છે કે તે ક્યારેય દબાણમાં નથી આવતો. હંમેશા હસી-મજાક કરતો રહે છે. આ કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સહિત કેટલીક ફ્રેન્ચાઇઝીએ તેને પોતાની ટીમનો મુખ્ય કોચ બનાવ્યો નહતો. નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે નેહરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ગેરી કસ્ટર્નના ટીમ સાથે જોડાવવા છતા તેને મુખ્ય કોચ બનાવ્યો હતો.

નેહરાએ આરસીબી દ્વારા હટાવવામાં આવ્યા બાદ કોઇ ટીમ સાથે જોડાવવા માટે એક શરત મુકી હતી. તે મુખ્ય કોચ તરીકે કોઇ ટીમ સાથે જોડાવવા માંગતો હતો. આરસીબીએ તેને 2018માં બોલિંગ કોચ બનાવ્યો હતો. તે ટીમ સાથે 2019માં પણ રહ્યો. નેહરાએ આરસીબી માટે કહ્યુ હતુ- ટીમ વિરાટ કોહલી અને એબીડી વિલિયર્સ પર વધુ નિર્ભર છે. દર વખતે આખી ટીમ બદલવાથી ફાયદો નહી થાય. નેહરા અને આરસીબી મેનેજમેન્ટમાં ખટરાગના સમાચાર પણ સામે આવ્યા હતા, જેની પર કોઇને વિશ્વાસ થયો નહતો.

ખેલાડીઓને એકજૂટ કર્યા

આશીષ નેહરાએ આ સવાલોને નજરઅંદાજ કર્યા હતા, તેણે ખેલાડીઓને એકજૂટ કર્યા અને એવો મંત્ર આપ્યો કે ટીમ ચેમ્પિયન બની ગઇ. ગુજરાતની ટીમ કોઇ એક ખેલાડીને કારણે નહી પણ તમામ ખેલાડીઓના યોગદાનથી ટૂર્નામેન્ટ જીતી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ ચેમ્પિયન બન્યા બાદ કહ્યુ કે ટીમે આ જણાવી દીધુ કે એકજૂટ થઇને કોઇ પણ ટૂર્નામેન્ટને જીતી શકાય છે.

સ્માર્ટફોન અને લેપટોપનો નથી શોખ

આશીષ નેહરા ગુજરાતના મુકાબલા દરમિયાન ડગઆઉટમાં સતત ફરતો રહેતો હતો, તેને ક્યારેય બુમો પાડતા કે ભડકતા નથી જોયો. ફરી ફરીને નારિયળ પાણી પીતો હતો અને ખેલાડીઓને સલાહ આપતો હતો. નેહરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ, મને સ્માર્ટફોન કે લેપટોપ ચલાવતા નથી આવડતુ. બેસિક ફોનથી કામ ચલાવુ છુ. પત્નીના અનુરોધ પર એક સ્માર્ટફોન ખરીદ્યો છે જેનો ઉપયોગ માત્ર વ્હોટ્સએપ ચલાવવા માટે કરૂ છુ. નેહરાને ક્યારેય ડગઆઉટમાં લેપટોપ ચલાવતા નથી જોયો, હંમેશા કાગળ અને પેન જ તેના હાથમાં હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »