હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા - AT THIS TIME

હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા

,  
હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને ત્યાર બાદ ખેડૂતો અને યુવાનોની રોજગારીના પ્રશ્ને સતત આંદોલન કરી રહેલા પાટીદાર નેતા ટૂંક જ સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા સામે આવી રહી છે .તેમજ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલને રાજકારણમાં આવવા માટેના અનેક કારણો સામે આવી રહ્યા છે.
હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા

જેમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપ સરકાર યુવા સ્વાવલંબન યોજના અને ત્યાર બાદ બિન અનામત જાતી આયોગની પણ રચના કરવાની ફરજ પડી છે. તેમજ હાલમાં મોદી સરકારે પણે સવર્ણ ગરીબો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરવી પડી છે. આ તમામ મુદ્દાઓને હાર્દિક પટેલ અને તેમના સાથીઓ તેમના આંદોલનની જીત ગણાવી રહ્યાં છે. તેમજ તેમના આંદોલનના લીધે બીજા સમાજના લોકોને પણ તેનો લાભ મળ્યો છે.
હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા

જો કે આ જ ક્રમમાં ૨ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પાટણમાં હાર્દિક પટેલનો ૧૦ ટકા સર્વણ અનામત સહિતના મુદ્દે અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે .તેમજ ૮ ફેબ્રુઆરીના રોજ જામનગરના હાર્દિક પટેલના નેતૃત્વના કિસાન અધિકાર સંમલેનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાજપના બાગી સાંસદ શત્રુધ્નસિંહા પણ હાજર રહે તેવી શકયતા છે.
હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા  
તેથી આ બધા પરિબળો જોતા હાર્દિક પટેલે ટૂંક જ સમયમાં રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે . તેમજ હાર્દિક પટેલ કોંગ્રેસની ટીકીટ પર અમરેલીમાંથી લોકસભા ચુંટણી લડે તેવી અટકળો તેજ થઈ છે. આ અંગે તેમણે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે પણ ચર્ચા કરી હોવાની વાતો સામે આવી છે.
હાર્દિક પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી શકયતા

ઉલ્લેખનીય છે આ અગાઉ પણ હાર્દિક પટેલ સુરત બેઠક પરથી લોકસભા ચુંટણી લડવા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તે સમયે હાર્દિક પટેલ કહ્યું હતું કે હું કોઈ રાજનેતા નથી પરંતુ મારા સમાજ સેવાના કાર્યને રાજકારણ સાથે જોડવામાં આવે છે. તો હા હું રાજનીતિ કરું છું. મારો હેતુ માત્ર યુવા, ખેડૂત અને દેશપ્રેમ છે. હું ઈચ્છું છું કે હિંદુસ્તાનનો યુવાન બેરોજગાર ના રહે, ખેડૂત આત્મહત્યા ના કરે. તેમજ મારો દેશ ગાંધી, નહેરુ અને ભગતસિંહની વિચારધારા પર આગળ વધે. જો મારા આ કાર્યમાં કોઈ અડચણ ઉભી કરશે તો ગાંધી બનીને સમજાવીશ પરંતુ નહીં સમજાવું તો ભગતસિંહ બનીને સમજાવીશ .
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »