સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ અન્વયે નાની ચીરઇ ખાતેથી ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. શ્રમ આયુકતની કચેરી સાથે સંકલન કરી જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિના સભ્યોમાં સરકારી શ્રમ અઘિકારી શ્રી.એચ.એમ.પટેલ, કારખાના નિરીક્ષકશ્રી અભિજીતસિંહ ઝાલા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી વિ.બી.ડોરિયા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીશ્રી કે.કે.ચૌઘરી અને શ્રી એ.યુ.માલી સાથે રહી ભચાઉ તાલુકાની નાની ચીરઇ ખાતે આવેલા શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરવામાં આવી હતી. જે ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ અન્વયે ત્રણ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા ભુજ,સોમવાર કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના માર્ગદર્શન
Read more