અંજાર શહેર મા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ મા શહીદ થયેલ દિવંગત ભૂલકાઓ ના વાલીઓ ને ૨૧ વર્ષ વીત્યા બાદ મળશે હૈયાધારણા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rnzujwvyrwdc3obn/" left="-10"]

અંજાર શહેર મા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ મા શહીદ થયેલ દિવંગત ભૂલકાઓ ના વાલીઓ ને ૨૧ વર્ષ વીત્યા બાદ મળશે હૈયાધારણા


*અંજાર શહેર મા ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ મા શહીદ થયેલ દિવંગત ભૂલકાઓ ના વાલીઓ ને ૨૧ વર્ષ વીત્યા બાદ મળશે હૈયાધારણા*

કરછ મા આવેલ વિનાશક ભૂકંપ મા અનેક કરછ વાશીઓ એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. તેમાં અંજાર શહેર મા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના વર્ષો ની પરંપરા મુજબ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવેલ હતી અને સમગ્ર બજાર ભારત માતા કી જય અને વંદેમાતરમ્ ના નારા સાથે ગુંજી રહી હતી ત્યારે સવારે ૮.૪૫ વાગ્યે અચાનક ભૂકંપ થતાં રેલી મા નીકળેલ ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ માથી ૧૮૫ બાળકો,૨૧ શિક્ષકો,૨ પોલીસ કર્મી તેમજ ૧ ક્લાર્ક સહીત ૨૦૯ લોકો હંમેશા ભારત માતા ની ગોદ માં તિરંગા સાથે ભેટી ગયા હતા. આ ગોઝારી દુઃખદ ઘટના ના પ્રત્યાઘાત સમગ્ર વિશ્વ મા પડ્યા હતા તેમજ આંતર રાષ્ટ્રીય અખબારોએ ખાસ નોંધ લીધી હતી તે સમયે અમેરિકા ના રાષ્ટ્રપતિ બીલ ક્લિન્ટન દ્વારા સ્થળ પર જઈ શ્રદ્ધાંજલિ તેમજ શિલાન્યાસ કરવામાં આવેલ હતો. પરંતુ આ જગ્યા મેઈન બજાર મા હોવાથી અમુક રાજકારણીઓ ની બદ દાનત બગડતા શીલા ને અન્યત્ર ખસેડતા વાલી મંડળ, સંતો મહંતો તેમજ જાગૃત નાગરિકો દ્વારા અત્યંત રોષ ની લાગણી ભભૂકી ઉઠતા ત્યારબાદ શીલા પરત જે જગ્યાએ ભૂલકાઓ શહીદ થયેલ હતા ત્યાં પરત ખોંભવા મા આવેલ હતી. આ જગ્યા ઉપર રાજકારણીઓ ની મહેલી મુરાદ સામે આવતા વાલી મંડળ દ્વારા બીન રાજકીય સંગઠન બનાવી દર ૨૬ મી જાન્યુઆરી એ શ્રદ્ધાસુમન કાર્યક્ર્મ છેલા ૨૧ વર્ષ થી રાખવામાં આવી રહ્યો છે. ૨૦૧૬ મા વાલીમંડળ દ્વારા સ્વખર્ચે નાનું સ્મારક દાતાર ચોક મા બનાવી ને પોતાની વેદના ઠાલવી હતી. અંજાર શહેર ની નબળી નેતાગીરી કહો કે દુર્ભાગ્ય ગુજરાત ના ચાર ચાર મુખ્યમંત્રી બદલ્યા ૨.૫ કરોડ ની જાહેરાત આજે ૧૪.૫ કરોડ સુધી પહોંચી ત્યારે આવતી ૨૮ તારીખે પ્રધાનમંત્રી શ્રી મોદી ના હસ્તે વીડી ચોકડી મધ્યે *વીર બાળક સ્મારક* નું લોકાર્પણ કરવામાં આવશે ત્યારે દિવંગત આત્માઓ ના વાલીઓ ની શુકાઈ ગયેલી આંખો અશ્રુઓ ની ધારા ૨૧ વર્ષે વહેશે તેવું દુઃખ સાથે જીતેન્દ્ર ચોટારા એ અખબારી અહેવાલ મા જણાવ્યું છે.

રિપોર્ટ -દિપક આહીર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]