ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો. - At This Time

ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો.


આજરોજ તા.19/05/2023 ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા ટેક્સી સ્ટેન્ડ નગર પાલિકા સામે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.જે કાર્યક્રમ માં હેલ્મેટ અને સીટ બેલ્ટ ની અગત્યતા ની સમજણ આપવામાં આવેલ.તથા ટ્રાફિક અવેરનેસ માટે રોડ ઉપરના સાઈન બોર્ડ,હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગેની સમજ કરવામાં આવેલ.મોટર સાયકલ પર હેલ્મેટ તથા ગાડીમાં સીટ બેલ્ટ અવશ્ય બાંધવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ તથા ટ્રાફિક અવેર નેસ અંગેની વિડિયો ક્લિપ બતાવવવામાં આવેલ અને પ્રતીકાત્મક રીતે લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવેલ તથા લોક જાગૃતિ માટે પોલીસ તથા પબ્લિક સાથે હેલ્મેટ સાથે મોટર સાયકલ ની રેલી ભચાઉ નગરપાલિકા થી મેઇન બજાર સુધી કરવામાં આવેલ.જે કાર્યક્રમમાં સાગર સાંબડા,નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી,એ બી પટેલ સા.પોલીસ ઇન્સ્પેકટર ભચાઉ પોલીસ સ્ટેશન તથા ભગીરથસિંહ ઝાલા સાહેબ આર એફ ઓ શ્રી ભચાઉ,શૈલેષ ભાઈ રામી એલ એન્ડ ટી તથા મયુર ભાઈ રાઠોડ ડેપો મેનેજર ભચાઉ તથા આર જે સિસોદિયા પોલીસ સબ ઇન્સ્પેકટર ભચાઉ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનો તથા અન્ય નાગરિકો સહિત 300 લોકો હાજર રહેલ.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.