અંજાર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ શ્રીમદ્ભાગવત કથાનું આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bchycyeajhdh3bue/" left="-10"]

અંજાર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ શ્રીમદ્ભાગવત કથાનું આયોજન.


અંજાર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૧૨-૧૧-૨૦૨૨ થી ૧૯-૧૧૨૦૨૨ સુધી સમૂહ શ્રીમદ ભાગવત પુરાણની કથા તેમજ નારાયણયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પિતૃઓના ઉદ્ધાર અર્થે તેમજ ગૌમાતાના લાભાર્થે આ કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય યજમાન રહિત ૬૦થી અધિક પોથીઓના યજમાનશ્રીઓએ લાભ લીધો હતો. અંજાર મંદિરના મંડળધારી સદ્ગુરુ સ્વામી નિરન્નમુક્ત દાસજી, સદ્ગુરુ સ્વામી સ્વયંપ્રકાશ દાસજી પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ દાસજીના માર્ગ દર્શન હેઠળ કથાનું આયોજન થયું હતું. કથાના વક્તા પુરાણી સ્વામી નારાયણપ્રિય દાસજી તથા સ્વામી દેવ વિહારી દાસજી તેમજ સભાસંચાલક પુરાણી સ્વામી શ્યામકૃષ્ણ દાસજી રહ્યા હતા.
કથાના ચોથા દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં પણ નાના નાના બાળકો બાલકૃષ્ણ, ગોવાળીયાઓ સુદામા, વાનરોનાં રૂપમાં વેષભૂષા ધારણ કરીને સભામાં આવ્યા હતા. બાલકૃષ્ણને પારણીયામાં ઝૂલાવ્યા હતા અને સંતોએ પુષ્પની વૃષ્ટિ કરી હતી. ત્યારપછી મટકીફોળનો કાર્યાક્રમ રાખ્યો હતો જેમાં અંજાર નાંગલપુરના યુવાનોએ મટકીફડીને સૌને રાજી કર્યા હતા. આજે ભુજથી સૌનો પધાર્યા હતા. સ્વામી જગતપાવન દાસજી, સ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી, માંડવીથી સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી પધારી આશીર્વાદ આપ્યા હતા. કથા પાંચમા દિવસે ફલદોલ ઉત્સવ ઉજવાયો હતો. બાળકૃષ્ણ ગોવાળીયાઓ સાથે વનમાં ગાયો ચરાવવા ગયા હતા અને વનોમાં જુદા જુદા પ્રકારનાં ફૂલો ખીલ્યા હોય તેને જોઇને ગોવાળીઓનાં મનમાં ભાવ – ભક્તિ જાગે અને પુષ્પોચૂટીને વૃક્ષની ડાળીએ હિંડોળો તૈયાર કરીને બાળકૃષ્ણનો ઝૂલાવ્યા હતા એ જ દૃષ્ય કથાના પ્રસંગે કથાના સભાખંડમાં જોવા મળ્યું હતું. પુષ્પનો પંદરફૂટ વિશાળ હિંડોળો તૈયાર કરીને સંતો, સૌભક્તો સાથે મળીને ભગવાનને ઝૂલાવ્યા હતા અને સો કીલોથી પણ વધારે પુષ્પોની પાંખડીઓથી વધાવ્યા હતા. આજે ડો. સ્વામી સત્યપ્રસાદ દાસજીએ ધર્મસત્તા અને રાજસત્તાના વિષય ઉપર પ્રવર્ચન કર્યું હતું અને મતદાનના દિવસે સૌ નાગરીકોએ મત આપીને સારા નેતાઓને દેશની જવાબદારી સોંપવી જોઇએ તેના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આજની રાત્રીએ ભવ્યાતીભવ્ય રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોની સાથે બે હજારથી વધું સંખ્યામાં હરિભક્તો, સાંખ્યયોગીબહેનો, તેમજ સત્સંગી બહેનોએ રાસ રમવાનો લાભ લીધો હતો. નાના બાળકોથી લઈને વડીલો પણ રાસ રમવામાં લાભ લીધો હતો. મંદિરના વિશાળ ચોકમાં રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગવૈયા વાસુદેવપ્રિય સ્વામીએ કીર્તનોની સમઝટ બોલાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા તા. કથાનાં પાંચમા દિવસે ભુજ થી સદ્ગુરુ સ્વામી પ્રેમપ્રકાશ દાસજી પધાર્યા હતા અને સભામાં આશીર્વાદ આપ્યા હતા. સાથે પુરાણી સ્વામી રામસ્વરૂપ દાસજી, સ્વામી ત્યાગવલ્લભ દાસજી, સ્વામી આનંદવલ્લભ દાસજી પણ પધાર્યા હતા. કથા છઠ્ઠા દિવસે રુક્ષ્મણી વિવાહના કથા પ્રસંગે રુક્ષ્મણી વિવાહનો ઉત્સવ ઉજવાયો હતો. ભૂદેવો દ્વારા મંત્રોનું ગાન અને અગ્નિની સાક્ષીએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીનો ધામધૂમથી વિવાહ ઉત્સવ ઉજ્વાયો હતો. કથાના સાતમા દિવસે પુરાણી સ્વામી નારાયણપ્રિય દાસજીએ કથાનું વાંચન કર્યું હતું. પુરાણી સ્વામી પુરુષોત્તમસ્વરૂપ દાસજી આશીર્વાદ આપ્યા હતા અને પોતાના પ્રવચનમાં આ ઉત્સવમાં રસોડાની સેવા કરતા ભક્તો, પાકશાળામાં સેવા કરતા ભક્તો સંભાખંડમાં સેવા આપતા ભક્તો, ફૂલમાળાની સેવા કરતા ભક્તો, પગરખાં રાખવાની સેવા કરતા ભક્તો. આ રીતે જે જે ભક્તો આ ઉત્સવમાં સેવા આપી રહ્યા છે તેમને બધાને યાદ કર્યા હતા. આજના દિવસે ભુજ મંદિરેથી મોટી સંખ્યામાં સંતો પધાર્યા હતા. અને આશીર્વાદ આપ્યા હતા. કથાના આઠમા દિવસે નારાયણયજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમાં જે ભક્તોએ પેતાના સ્વજનના હિત માટે પિતૃના ઉદ્ધાર માટે જેમણે પોથી રાખી હતી તે સર્વે નારાયણયજ્ઞમાં ભાગ લીધો હતો. પવિત્ર ભૂદેવોએ સંપૂર્ણ વિધિ અનુસાર વહેલી સવારે યજ્ઞનો પ્રારંભ કર્યો હતો, બપોર સુધી ચાલતા આ યજ્ઞમાં ૬૦થી વધારે જોડલાંએ ભાગ લીધો હતો. શ્રીપુરુષસૂક્ત, નારાયણસૂક્ત, વિષ્ણુસહસ્ત્રનામાવલી, સર્વમંગલસ્તોત્રનામાવલી, જનમંગલનામાવલીના મંત્રોથી આહૂતિઓ આપવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહૂતીમાં અંજાર મંદિરના મંડળધારી સ્વામી નિરન્નમુક્ત દાસજી, પુરાણી સ્વામી સ્વયંપ્રકાશ દાસજી, સ્વામી પુરુપોત્તમ સ્વરૂપ દાસજી, સ્લામી હરિમુકુન્દ દાસજી સ્વામી સંતજીવન દાસજી, સ્વામી સત્યપ્રસાદ દાસજી સ્વામી શ્યામકૃષ્ણ દાસજી આદિ સંતોના હસ્તે નારીયેલ હોમીને પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
રિપોર્ટ -દિપક આહીર
અંજાર કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]