અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર ત્રિકમભાઇ છાંગા ના લોકસંપર્ક કાર્યક્રમ માં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qrf4ufdpvqbicqic/" left="-10"]

અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર ત્રિકમભાઇ છાંગા ના લોકસંપર્ક કાર્યક્રમ માં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે


અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર ત્રિકમભાઇ છાંગા ના લોકસંપર્ક કાર્યક્રમ માં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી - 2022 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના શિક્ષિત પ્રમાણીક લોકપ્રિય ઉમેદવાર શ્રી ત્રિકમભાઈ છાંગા નો લોકસંપર્ક અને ચુંટણીપ્રચાર સભા માં દરેક ગામોમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક ગામ માં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. તારીખ -17/11/ના અંજાર વિધાનસભા મત વિસ્તારના 14 ગામ નું લોકસંપર્ક અને કરવામાં આવ્યો હતો જેમા સવારે 9વાગ્યાથી કોટડા ગામથી લોકસંપર્ક ની સરુવાત કરવામાં આવી હતી ત્યારબાદ જૂની દુધઈ. નવી દુધઈ. અમરાપર ધમડકા. ભવાનીપર. બુઢારમોરા. જુના પશુડા.શક્તિનગર. ભીમાસર. ગોપાલનગર. ટપ્પર. લાખાપર. સતાપર. સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો આ આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના દિગજ્જ નેતાઓ દ્વારા ચૂંટણી સભા કરવામાં આવે છે અને ત્રિકમભાઇ છાંગાને વિજય જન સમર્થન મળી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં અંજાર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર. અંજાર વિધાનસભા સીટના ઇન્ચાર્જ બાબુભાઇ હુંબલ. કચ્છ જિલ્લા ભાજપ ના કાર્યકારી અધ્યક્ષ વલમજીભાઈ હુંબલ. પૂર્વ જિલ્લા પ્રમુખ જીવાભાઈ શેઠ. જિલ્લા સદસ્ય ધનજીભાઈ હુંબલ અંજાર તાલુકા ભાજપ પ્રમુખ સંભુભાઈ મ્યાત્રા. તેમજ અંજાર વિધાનસભા મત વિસ્તારના જિલ્લા હોદેદારો તાલુકા હોદેદારો સરપંચો તેમજ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લોક સંપર્ક કાર્યક્રમ માં જોડાયા હતા. અને ત્રિકમભાઇ છાંગા વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]