ભચાઉ શહેર કોગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ જાડેજા નુ અકાળે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ. - At This Time

ભચાઉ શહેર કોગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ જાડેજા નુ અકાળે નિધન થતાં શોકની લાગણી ફેલાઈ.


આજ રોજ ભચાઉ શહેર કોગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્ર સિંહ શિવુભા જાડેજા ઉ.વ.26 ની અંતિમયાત્રા નિકળેલી.પંદર દિવસ પહેલાં પેરાલીસીસ ના એટેક આવતાં પ્રથમ ગાધીધામ ડીવાઇનલાઈફ માં સારવાર બાદ અમદાવાદ દાખલ હતા. તા.22/2/2023 બુધવારે ના સારવાર દરમિયાન આવેલા ર્હદય ના એટેક થી અકાળે મૃત્યુ થયેલ. તેઓ ગત તાલુકા પંચાયત ચુટણી ચોપડવા બેઠકથી લડેલા ,ઓકટોબર2022 થી ભચાઉ શહેર કોગ્રેસના પ્રમુખ તરીકે સેવા આપતા હતા. તેઓ નાની ઉમર માં તાલુકા અને શહેર ના ગરીબો ના લોક પ્રશ્નો વાચા આપવા સતત કાર્યશીલ રહેતા્.લોકોમા અતિ પ્રિય બનેલા. ગરીબો ના બેલી તરીકે ધર્મેન્દ્ર સિંહ પ્રખ્યાત બનેલા. એમની અંતિમયાત્રા માં શિક્ષકો,વકીલો, પત્રકારો, વેપારીઓ સમાજ ના બહોળા વર્ગના લોકો આવેલા. ખાસ તો ગરીબ વર્ગના લોકો વધારે જોડાયેલા.અંતિમયાત્રા માં પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી ભરતભાઇ ઠકકર, જિલ્લા કોંગ્રેસ એસસીસેલ કન્વીનર મનજીભાઈ રાઠોડ, તાલુકા કોગ્રેસના શિવરાજસિંહ જાડેજા, પ્રદેશ કોગ્રેસના સોસિયલ મિડિયા ઉપપ્રમુખ વિક્રમસિંહ જાડેજા.લઘુમતી ચેરમેન ઈકબાલ શેખ ,માજી શહેર કોગ્રેસના પ્રમુખ બ્રિજરાજસિહ જાડેજા,પૂર્વ નગર ના વિપક્ષી નેતા મહેશભાઈ શાહ,નગરપાલિકા વિપક્ષી નેતા ગણેશ ગરવા, મહિલા કોગ્રેસના પ્રમુખ લક્ષ્મી બેન ધૈયડા, લાડુબેન મુછડીયા,માજી નગરપતિ આઈ.જી.જાડેજા તેમજ બહોળી સંખ્યામાં રાજનૈતિક લોકો પણ જોડાયેલા .જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજા,ભરતભાઇ સોલંકી, રાધાસિહ ચૌધરી,વી.કે.હુબલે અંતઃકરણ થી શ્રધાંજલિ આપેલ
.
રિપોર્ટ - દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.