ભા.કિસાન સંઘ દ્વારા તા.25થી ગાંધીનગર મોટું આંદોલન જો કિસાનો કા કામ કરેગા, વહી દેશ પે રાજ કરેગા - At This Time

ભા.કિસાન સંઘ દ્વારા તા.25થી ગાંધીનગર મોટું આંદોલન જો કિસાનો કા કામ કરેગા, વહી દેશ પે રાજ કરેગા


*ભા.કિસાન સંઘ દ્વારા તા.25થી ગાંધીનગર મોટું આંદોલન*
*જો કિસાનો કા કામ કરેગા, વહી દેશ પે રાજ કરેગા*
:--

વર્તમાન સમયમાં ભા. કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને તા 20/8ના ગાંધીનગર મધ્યે બેઠક યોજાયેલ અને પડતર માગણીઓને લઈને તા 25/8થી ગાંધીનગર મધ્યે અચોક્કસ મૂદતના ધરણા યોજાશે...
જેની વધુ વિગતો જાણીએ તો કિસાન સંઘે 21 માંગણીઓ સાથે એક લેટર જાહેર કર્યું છે.જેમાં વીજળી અને મહેસૂલને લગતા પ્રશ્નો છે..
એક સમાન વીજ દરના પ્રશ્નની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં હાલ ત્રણ પ્રકારે વીજદરેથી ખેડૂતોને વીજળી મળે છે.. 60પૈસા યુનિટ મીટર વાળા, 80 પૈસા યુનિટ મીટર વાળા અને ફિક્સ HP ટેરીફ..... કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં જ્યા પાણીના તળ ઉંડા છે ત્યાં ફિક્સ HP કનેકશન ના ખેડૂતોની સરખામણીમાં મીટર આધારિત કનેક્શન વારા ખેડુતોને ત્રણથી ચાર ગણું ઉંચુ બિલ ભરવું પડે છે. એક જ રાજ્યમાં ત્રણ પ્રકારે વિજદરથી વીજળી મળતી હોય એ માત્ર એક ગુજરાત રાજ્યમાં જ છે.માટે ભા.કિસાન સંઘની માંગણી છે કે એક જ ડરે એક રાજ્યમાં વીજળી આપવમાં આવે....
આ માંગણી માટે કિસાન સંઘ છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો કરી છે અને લાસ્ટ જાન્યુઆરી થી તો તાલુકા લેવલે ધરણા, જિલ્લા મથકોએ ધરણા કર્યા બાદ મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, નાણાં મંત્રી સાથે બેઠકો પણ યોજાયેલ છે..પણ તેનું ચોક્કસ નિર્ણય ન આવતા હવે છેલ્લે આ પગલું ભરવું પડ્યું છે.
તા.25/8થી સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યમાં ખેડૂતો ગાંધીનગર ઉમટવાના છે...આ બહેરી સરકાર સામે ખેડૂતોના અનેક પ્રશ્ન છે પણ વારંવાર આંદોલન કરો તો જ પરિણામ મળે એવી વૃત્તિ સરકારની થઈ ગઈ છે..એક તરફ કિસનોની કહેવાતી સરકાર સામે વારંવાર ધરણાં પર બેસવું પડે છે..જે યોગ્ય નથી..
ભૂતકાળમાં 1987માં આ વીજ મીટર બાબતે જ ઘરભેગી થયેલી કોંગ્રેસની સરકાર ફરીથી ગાદી પર નથી આવી, એમ આ વખતે ભાજપ પણ જાણી લ્યે કે આ એ જ પબ્લિક છે જે સરકાર બનાવી પણ શકે છે અને ઘરભેગી પણ કરી શકે છે...વર્તમાન ખેડૂતો અને પબ્લિકમાં મોટા પાયે રોષ ફેલાયેલો છે કે સરકાર માત્ર વાયદાઓ કરે છે કામ પુરા કરવામાં જરાય રસ નથી..
ગઈ કાલે જ ભચાઉ ના લુણવા, ગુણાતીતપુર , આંબરડી, કુંભરડી, સંગમનેર જેવા ગામોમાં તાલુકા ટિમ દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો અને ખેડૂત વિરોધી નીતિ સામે આ વરસાદ અને ખેતીની સીઝન હોવા છતાં પણ મોટી સંખ્યમાં ખેડૂતો ગાંધીનગર પહોંચશે તેવું નકી કરવમાં આવ્યું અને દરેક ગામની યાદી પણ આવી ગઈ છે.
તા.25/8થી ભચાઉ સહિત સમગ્ર જિલ્લામાંથી દરરોજ હજારોની સંખ્યામાં ગાંધીનગર પહોંચશે..અને આગામી સમયમાં જો નિર્ણય નહિ આવે તો સરકાર વિરોધી અન્ય કાર્યક્રમ પણ નકી કરવમાં આવશે...
તેવું ભચાઉ તાલુકા ભા. કિસાન સંઘ મંત્રી રાજેશ ઢીલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon