તા.૧૦ ઓગષ્ટે એલ.આઇ.સી ઓફ ઇન્ડીયા-બોટાદ ખાતેના એકમ માટે એડવાઇઝરની જગ્યા માટે બોટાદના જિલ્લા સેવા સદન ખાતે ભરતી મેળો યોજાશે

તા.૧૦ ઓગષ્ટે એલ.આઇ.સી ઓફ ઇન્ડીયા-બોટાદ ખાતેના એકમ માટે એડવાઇઝરની જગ્યા માટે બોટાદના જિલ્લા સેવા સદન ખાતે ભરતી મેળો યોજાશે


તા.૬ :- બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર એલ.આઇ.સી ઓફ ઇન્ડીયા-બોટાદ ખાતેના એકમ માટે એડવાઇઝરની જગ્યા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો-૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »