બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ ક્લોક એસ.એસ.ટી, એફ.એસ.ટી સહિતની વિવિધ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xiundpnoh2u1v2dj/" left="-10"]

બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ ક્લોક એસ.એસ.ટી, એફ.એસ.ટી સહિતની વિવિધ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ


બોટાદ જિલ્લામાં ચાર ચેકીંગ નાકા ઉપર 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત

બોટાદનાં બંને વિધાનસભા મત વિસ્તારમાં 24 કલાક વાહનોની સઘન તપાસ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત બોટાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક 16 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અનેક ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક 8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી નિરંતર થઈ રહી છે.

નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે બોટાદનાં બંને વિધાનસભા મત વિસ્તારમાં 24 કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે SST-સ્ટેટીક સર્વેલન્સની 4 ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની 4 ટીમ, VST-વિડિયો સર્વેલન્સની 4 ટીમ, VVT- વિડિઓ વ્યૂઇંગની 1 ટીમ તેમજ આદર્શ આચારસંહિતાનાં અમલીકરણ માટે 2 ટીમ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક્ષપેન્ડીચર મોનિટરીંગ સેલ દ્વારા ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. સાથોસાથ મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતી( MCMC) દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર 24 કલાક શિફ્ટ વાઇઝ રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખવામાં આવી રહી છે. આદર્શ આચાર સંહિતાના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કટીબદ્ધ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]