Birthday Special: શા માટે મેરી કોમ 40 વર્ષની ઉંમરે પણ વિશ્વની દરેક છોકરી માટે પ્રેરણા છે - At This Time

Birthday Special: શા માટે મેરી કોમ 40 વર્ષની ઉંમરે પણ વિશ્વની દરેક છોકરી માટે પ્રેરણા છે


મેરી કોમે (MARYKOM)પોતાની મહેનતથી સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. મેરી કોમને તેની બોક્સિંગ કારકિર્દીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તે આગળ વધતી રહી, તે 23 વર્ષથી રિંગમાં ઉતરી રહી છે. તેની પાછળનું કારણ છે તેના ખુદ પર વિશ્વાસ

ભારતીય સ્ટાર બોક્સર અને કરોડોની પ્રેરણા મેરીકોમ આજે એટલે કે, 24 નવેમ્બરના રોજ પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. પોતાની અડધી જીંદગી મેરીકોમે રિંગની અંદર પરસેવો પાડીને પસાર કરી છે. તેમણે દેશમાં મહિલાઓની રમતની દુનિયામાં દરવાજા ખોલ્યા અને લોકોને પ્રેરણા મળી જેને લઈ આજે દેશને પીવી સિંધુ, સાયના નહેવાલ, નિકહત ઝરીન જેવી સુપરસ્ટાર ખેલાડીઓ મળી છે. આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે કેમ મેરકોમ દરેક છોકરીને પ્રેરિત કરે છે.

મેરી કોમે પોતાની જીંદગીમાં દરેક પડાવ પાર કર્યા છે. તેમણે જે રમત પસંદ કરી,જેમાં તેના પહેલાં એવી કોઈ પ્રેરણા નહોતી જેનાથી તે બતાવેલા માર્ગ પર ચાલી શકે. આવી સ્થિતિમાં, તેણે દરેક પડાવ પર પોતાના માટે રસ્તો બનાવ્યો અને તેના પર ચાલી.

એમસી મેરીકોમે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, વાસ્તવમાં તેની જન્મતારીખ 1 માર્ચ નહીં પરંતુ 24 નવેમ્બર છે. બાળપણમાં તેના કાકાએ શાળામાં ભૂલથી જન્મ તારીખ 1 માર્ચ લખી દીધી હતી કારણ કે તેની પાસે તેની સાચી માહિતી ન હતી. જો કે, બાદમાં મેરી કોમે તેમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો અને સત્તાવાર રીતે આજ સુધી 1 માર્ચ તેની જન્મ તારીખ છે.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon