ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બોડવા ગામે પ્રચાર થતી એલ.ટી લાઈન અને ઇલેવન લાઇન લોકો માટે જાનનું જોખમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pm3uzsbkmvrn3i7z/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બોડવા ગામે પ્રચાર થતી એલ.ટી લાઈન અને ઇલેવન લાઇન લોકો માટે જાનનું જોખમ


તા:4 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બોડવા ગામના બસ સ્ટેશનમાં જ્યાંથી ઇલેવન અને એલ.ટી લાઈન પ્રચાર થાય છે ત્યારે જે ઇલેવન અને એલ.ટી લાઈનના વાયરો ઘણા વર્ષોથી જુના હોવાથી હાલ અત્યારે આ ઈલેવન એલ.ટી લાઇનનાં વાયરો તૂટવાની તૈયારીમાં હોય અને પી.જી.વી.સી.એલ દ્વારા વાયરો પણ બદલવામાં આવતા નથી અને થાંભલા પણ જે તે વખતે આઝાદી વખતની લાઈનો ફીટ કરેલી હોય જે હાલ અત્યારે લોકો માટે જાનનાં જોખમ સમાન હાલ બોડવા બસ સ્ટેન્ડથી બોડવા સુધી તમામ ઇલેવન એલ.ટી લાઇનનાં વાયરો લટકતાં જોવા મળે છે જો આ વાયરો તૂટે તો એટલો ભયંકર બનાવ બને કે અનેક લોકોનું જાનનું જોખમ પણ મુશ્કેલીમાં મુકાઇ જાય તો જવાબદાર કોણ ??? સરકાર તંત્ર કે પી.જી.વી.સી.એલ એવા સવાલો પણ થઈ રહ્યા હતા એવી પરિસ્થિતિ અહિયાં જોવાં મળી હતી

ત્યારબાદ ત્યાંથી પ્રચાર થતી ઈલેવન એલ.ટી લાઈનમાં વાયરો તુટવાની તૈયારીમાં હોય જેમાં દિવસના તૂટતા વાયરથી વાયરીંગ પાર્ક થવાથી ધોળા દિવસને જીવતાં વીજ વાયરો માંથી તણખલાં રોડ ઉપર ખરતા પણ જોવા મળ્યા હતા ત્યાં ઉભેલા અનેક વિદ્યાર્થીઓમાં પણ નાશભાઞ થઇ ઞઇ હતી અને લોકોમાં સતત ડર જોવાં મળ્યો હતો બોડવા બસ સ્ટેન્ડમાં કોડીનાર જવા માટે અનેક મુસાફરો અને સ્કૂલે જવા માટે બાળકો પણ આ બસ સ્ટેન્ડમાં બેઠા હોય ત્યારે આ બસ સ્ટેન્ડની ઉપરથી જ ખતરનાક ઇલેવન અને એલ.ટી લાઇનનાં વાયરો પણ એકબીજા ઉપર ચડી ગયેલા ક્રોશિંગ વાયર હોય અને હાલ આ એલ.ટી.ઇલેવનની લાઈનનાં તમામ વાયરો તુટવાની હાલતમાં હોય જેથી કરીને આ વાયરની લાઈનો બદલીને નવા વાયરો તાત્કાલિક નાખવામાં આવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે. વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]