વિસાવદરકોર્ટમાં પાર્ટ ટાઈમ સ્વીપર(કરાર આધારિત)કોન્ટ્રાકટ બેઝ વાળા ૨(બે) સ્વીપરનો વધારો કરવા ટિમ ગબ્બર ની માંગ - At This Time

વિસાવદરકોર્ટમાં પાર્ટ ટાઈમ સ્વીપર(કરાર આધારિત)કોન્ટ્રાકટ બેઝ વાળા ૨(બે) સ્વીપરનો વધારો કરવા ટિમ ગબ્બર ની માંગ


ટિમ ગબ્બર ગુજરાતને લોકો તરફથી જાણવા મળેલ છે કે,વિસાવદર કોર્ટ બિલ્ડિંગમાં છેલ્લા ઘણા સમયથી માત્ર બે જ કોન્ટ્રાકટ બેઇઝથી સ્વીપરની નિમણુંક કરવામાં આવેલ છે વિસાવદર કોર્ટ વિસ્તાર ખૂબ જ મોટો હોય અને તેના ગ્રાઉન્ડમાં પણ નિયમિત સાફસફાઈ કરવાની થતી હોય માત્રને માત્ર બે જ સ્વીપર હોવાના કારણે પહોંચી શકતા ન હોય અને તેના કારણે અવારનવાર ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ભેગા થતા હોય અને બન્ને સ્વીપરો કોર્ટ કામગીરીની સાફ સફાઈમાં વ્યસ્ત હોવાના કારણે પહોંચી શકતા ન હોય તેવી હકીક્ત અમારી ટિમ ગબ્બરના ધ્યાને આવેલ છે તેથી વિસાવદર કોર્ટ કમ્પાઉન્ડમાં સાફ સફાઈ માટે તથા કોર્ટની સાફ સફાઈ માટે વધારાના બે સ્વીપરો ફાળવવા અમારી ટિમ ગબ્બરની માંગ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon