ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ ૧૨ જેટલી બાળાઓ/મહિલાઓ સહિત ૧૩ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારજનો ને સોંપી. - At This Time

ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ ૧૨ જેટલી બાળાઓ/મહિલાઓ સહિત ૧૩ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારજનો ને સોંપી.


અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૬ ના રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ,

અમદાવાદ શહેરના મા.નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની તથા જે ડિવિઝન ના મા. એ.સી.પી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પી.એસ. આઇ પી.જી.ચાવડા, આર.બી.તેલે , એન.આર.ડાભી, એ.એસ.આઇ. જગદેવસિંહ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બાળાઓ/મહિલાઓને શોધવાની કામગીરીમાં જહેમત ઉઠાવી માત્ર એક જ માસ ( માર્ચ મહિનામાં ) કુલ ૧૩ બાળાઓ અને મહિલાઓ તેમજ એક પુરુષને શોધી કાઢી તેમના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવી તેમને પરિવારને હસ્તક સોંપવાની સરાહનીય કામગીરી કરવામાં આવેલ હોય પોલીસ વિભાગના ઉદેશ્ય મુજબ સેવા, સુરક્ષા અને શાંતિ નો સંદેશ પણ આપવામાં આવેલ છે,

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ ખાતેથી છેલ્લા ૧૦ માસ જેટલા સમયમાં બાળાઓ/મહિલાઓ/પુરુષો ગુમ થવાની ઘટનાઓ બની હતી જે પૈકી અમુક ઘટનાઓમાં ગુમ થનાર ઘર છોડી જતા રહ્યા હતા જ્યારે અમુક પ્રેમ સંબંધ હોવાથી કોઈની સાથે જતા રહેતા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ૮ જેટલા કિસ્સાઓમાં ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી જ્યારે ૪ જેટલા કિસ્સાઓમાં અપહરણની ફરિયાદો નોંધવામાં આવેલ હતી, ગત માર્ચ મહિના દરમિયાન અમદાવાદ શહેરના જે ડિવિઝન ના મા.એ.સી.પી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પી.એસ.આઇ પી.જી.ચાવડા, આર.બી.તેલે, એન.આર. ડાભી, એ.એસ.આઇ. જગદેવસિંહ તથા સ્ટાફની પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી બાળાઓમહિલાઓ ને શોધવા માટે ખાસ ડ્રાઇવ નું આયોજન કરી જુદી જુદી ટીમોને કામ ની જવાબદારી સોંપવામાં આવેલ જે ડ્રાઈવમાં માત્ર એક જ માસના ટૂંકા ગાળામાં ગુમ થયેલ ૧૩ જેટલી બાળાઓ/મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ ૧૩ વ્યક્તિઓને શોધી તેઓને ઈસનપુર પોલીસ સ્ટેશને લાવી તેઓને તેમના પરિવારજનોને પરત સોંપવા તજવીજ કરવામાં આવેલ,

આ મળી આવેલ બાળાઓ/મહિલાઓ પૈકી
(૧) કંચનબેન રાજેન્દ્રકુમાર યાદવ ઉવ. ૨૭, જે ગઈ તા.૧૦.મે.૨૦૨૩ ના રોજ પોતાના ઘરેથી માનસીપાર્ક સોસાયટી, ભૈરવનાથ રોડ ખાતેથી ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેલ તેમને તા. ૨૯.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત લાવેલ છે,

(૨) સુફિયાબાનું મુનાફખાન પઠાણ ઉવ. ૨૫ પણ તા. ૨૫.જુલાઈ.૨૦૨૩ ના રોજ ગુમ થયેલ, જેઓને પણ તા. ૨૯.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત લાવેલ છે,

(3) વિમળાબેન રાજેશભાઈ સાગઠીયા ઉવ. ૪૦ પોતાના ૧૧ વર્ષના દીકરા સાથે તા. ૩૦.નવેમ્બર.૨૦૨૩ ના રોજ ગુમ થયેલ, જેઓ પણ તા. ૨૦.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત લાવેલ છે,

(૪) મંજુલાબેન તેજાભાઇ ધારૈયા ઉવ. ૨૧ વર્ષ, તા. ૧૯.નવેમ્બર.૨૦૨૩ ના રોજ ગુમ થયેલ, જેઓ તા. ૩૦.માર્ચ.૨૦૨૩ ના રોજ પરત મળી આવેલ છે,

(૫) રોશનપરવિર વાહિદાખાન પઠાણ ઉવ. ૪૨, તા. ૨૪.નવેમ્બર.૨૦૨૩ ના રોજ ગુમ થયેલ, જેઓ તા. ૬.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત મળી આવેલ છે,

(૬) ભૂમિકાબેન ગૌતમભાઈ વાઘેલા ઉવ. ૨૩, તા. ૨૦.જાન્યુઆરી.૨૦૨૪ ના રોજ ગુમ થયેલ, જેઓ તા. ૨૦.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત મળી આવેલ છે,

(૭) શબાના ઇકરામુદીન અન્સારી ઉવ. ૧૮, તા. ૧૦.માર્ચ.૨૦૨૪ ના રોજ ગુમ થયેલ, જેઓ તા. ૧૩.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત મળી આવેલ છે,

(૮) અંજલિ જીતેન્દ્રભાઈ બોરાણા ઉવ. ૩૧, તા. ૨૦.ફેબ્રુઆરી.૨૦૨૪ ના રોજ ગુમ થયેલ, જેઓ તા. ૧.માર્ચ.૨૦૨૪ ના રોજ પરત મળી આવેલ છે...

આમ, કુલ આઠ ( ૮ ) બાળાઓ/મહિલાઓ ગુમ થતાં તેઓને ઈસનપુર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને કેટલીક મહિલાઓ પોતાની જાતે પરત પણ આવેલ છે ઉપરાંત ચાર જેટલી સગીર બાળાઓને અપહરણ કરનાર આરોપી સાથે પકડી પાડી પરત લાવી પોતાના પરિવારજ નોને સોંપવામાં આવેલ છે જે પૈકી એક સગીર બાળાને ભગાડી અપહરણ કરી જનાર પણ સગીર બાળક નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અપહરણ થયેલ બે બાળાઓને તો બહારના રાજયોમાંથી પણ શોધી લાવવામાં આવેલ હતી,

આમ અમદાવાદ શહેર પોલીસના ઈસનપુર પોલીસકે દ્વારા એક માસની ઝુંબેશ દરમિયાન કુલ ૧૨ બાળાઓ/મહિલાઓ સહિત ૧૩ વ્યક્તિઓને શોધી કાઢી, તેઓના પરિવારજનો ને સોંપતા પરિવારજનો દ્વારા પોલીસ વિભાગ નો આભાર વ્યક્ત કરવામાં આવેલ અને પોતાના સ્વજનોને ભેટી ભાવવિભોર થયેલ હતા અને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાવનાત્મક દ્ર્શ્યો સર્જાયા હતા, ઈસનપુર પોલીસ દ્વારા પણ પોતાના સ્વજનોનું ધ્યાન રાખવા પરિવારજનોને વિનંતી કરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેરના મા.સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયેલ ૧૨ જેટલી બાળાઓ/મહિલાઓ સહિત ૧૩ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવારજનો ને સોંપી આ પૈકી ચાર જેટલી બાળાઓના અપહરણના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પણ પકડી પાડી, જેલ હવાલે કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.