બે હાથ જોડી માફી માંગવા છતાં રૂપાલા સામે રોષ યથાવત... - At This Time

બે હાથ જોડી માફી માંગવા છતાં રૂપાલા સામે રોષ યથાવત…


વિરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા રૂપાલાની ટિકિટ રદ કરવા મામલતદારને આવેદન...

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાના વિવાદીત બનાવ બાદ મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રુપાલાએ બે હાથ જોડીને માફી માગી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને માફ પણ કર્યા છતાં હજું પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિરપુર તાલુકામાં પણ પુરષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા આવેદન આપાયુ છે ત્યારે વિરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓની ટિકિટ રદ કરવાની માગ કરી છે હાલમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઇને દેશભરના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિરોધનો શૂર વિરપુર તાલુકામાં પણ જોવા મળ્યો છે ત્યારે વિરપુર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરપુર મામલતદારને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માગ કરી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનની આગ મહિસાગર જિલ્લામાં પ્રસરી રહી છે અને તેમના વિરૂદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.